પાકુ કરીએ... ચલો શીખીએ

સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.
વિચારોમાં જો પ્રામાણિકતા હોય તો સફળતાનો રસ્તો સાધારણ હોય છે.
સમય સદૈવ કાર્યને જ ઓળખે છે અને કાર્યને આધારે જ આગળ વધે છે. પરીણામ કોઇપણ કાર્યનું હોય છે. 
હાલ વાતાવરણ પ્રામાણે બાળકોની શાળામાં હાજરી ઓછી રહે છે. પણ મારો સદૈવ મત એ રહ્યો છે કે આવ્યા એને શુ ભૂલ કરી ?  તો જે આવે તે ભણે આ વિચાર આજે અમારી શાળાના શિક્ષકો ચરિતાર્થ કરી રહ્યા છે. સૌ પાસે વધારાના પુષ્કળ કાર્યો છે. સૌ સખત પરિશ્રમ કરી રહ્યા છે. પણ અલ્પાબેન દ્વારા ઓછા બાળકો સાથે પણ એટલા જ ઉત્સાહથી અદ્યયન કાર્ય કરાવવામાં આવ્યું. પ્રત્યેક બાળકના જીવનનો આ શ્રેષ્ઠ સમય છે. આ સમયમાં તે જે મેળવે તે તેનો જીવન પર્યન્ત ઉપયોગ કરે છે.
આજે ઓછા બાળકો સાથે આટલા ઉત્સાહથી કાર્ય કરવું સામાન્ય નથી. મને પણ આજે ખરેખર ખુબ આનંદ છે. બાળકોને પુનરાવર્તન કરાવવાનુ એ પણ પ્રવૃત્તિ સાથે. અખરોટ અને પિસ્તાના છોતરા લઇ આવવા તે અનુરૂપ શૈક્ષણિક સાધન નિર્માણ કરવા અને બાળકોને સંખ્યાજ્ઞાન આપવાનો આ ઉત્તમ પ્રયત્ન છે. પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવાના પ્રયત્નની સાથે અનુભવ સાથે આપેલ શિક્ષણ સદૈવ યાદ રહે છે. 
પ્રજ્ઞા વર્ગમાં થતું કાર્ય જોવું. તે પાયાનું કાર્ય કરે છે. સતત અવિરત અમારા શિક્ષકો નવીન પ્રવૃત્તિઓ કરીને 
બાળકોને ભણાવવાનો 
બાળકોને જાતે શીખતા કરવાનો
પોતાનું મૂલ્યાકન કરવાનો
પોતાની ભૂલો શોધવાનો
સાથીને મદદ કરવાનો
તેના વાલી સાથે સંવાદ કરવાનો
પ્રયત્ન જોઇને ખરેખર આનંદ થયો કે તમામ વર્ગમાં ખુબ સુંદર કાર્ય થઇ રહ્યું છે. બાળકોનો શૈક્ષણિક વિકાસ ચોક્કસ દિશામાં થઇ રહ્યો છે. કેટલાક બાળકો હજુ પણ એક પક્ષ કાર્ડ પૂર્ણ કરી શક્યા નથી પણ તેના માટે સતત કાર્ય કરી રહ્યા છે. સાથે કોઇ જગ્યાએ ખોટી નોંધ કરી નથી. જે બાળક જયા છે ત્યાં સુધી જ બતાવવાનો પ્રામાણિક પ્રયત્ન છે. બાળકોને શાખવાડવા કરતા શીખતા કરવાનો પ્રયત્ન સફળ થઇ રહ્યો છે. જયા અટક્યું છે ત્યાથી આગળ લઇ જવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
આજે અલ્પાબેન દ્વારા બાળકને વ્યક્તિગત શિક્ષણ સાથે મૂલ્યાકન કરાવવામાં આવ્યું. બાળકો જાતે કાર્ય કરી શકે એટલા શૈક્ષણિક સાધનો તેમની પાસે છે. એવું નથી કે એક બાળક કાર્ય કરે અને ત્યાં સુધી બીજા બેસી રહે. સંખ્યા પણ વધારે છે પણ હું આજે વિશ્વાસપૂર્વક કહી શકુ કે આ બાળકો આ જ ગતિથી આગળ વધશે અને તેમનું ભાવિ ઉજ્જવળ કરશે. 
સંખ્યાજ્ઞાન બાળકોનું તૈયાર થઇ રહ્યું છે.
તેમની ગણતરી પાકી થઇ રહી છે
ભૂલો કરતા હશે પણ શીખી રહ્યા છે તેનો આનંદ છે. 
મિત્રો આજના ફોટો મારા માટે ખાસ છે કારણ ક્યારેક થાકી જવાય છે. બાળકો ઓછા હોય તો ભણાવવાની ઇચ્છા થાય નહિ બીજા કામ પૂરા કરવાનો વિચાર આવે. પણ અભિનંદન સાથે હું કહું કે ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો આટલો પ્રયત્ન કરે છે જેના કારણે અમે સફળ થઇ રહ્યા છીએ. 
ચોક્કસ જોઇને આનંદ થશે.
અલ્પાબેનના આભાર સાથે
#IsanpurPublicSchool















Comments