નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સતત બાળકોના વિકાસ માટે નવીન પ્રવૃત્તિ એ કરે છે. અનેક બાળકો નો તેનો લાભ મળે છે. ઇસનપુર પબ્લિક સ્કૂલ શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવતા તમામ કાર્યક્રમમાં પોતાનું શક્ય એટલું તમામ યોગદાન આપવા પ્રામાણિક પ્રયત્ન કરે છે.
હમણાં થોડા દિવસ પહેલા વાત થઇ કે બાળકોને આવનાર કાકરિયા કાર્નિવલ ૨૦૧૯ અને પતંગમહોત્સવ ૨૦૨૦ અંતર્ગત યોગ માટે બાળકો તૈયાર કરવા. અમારી શાળામાં સૌથી વધુ બાળકો તો યોગદાન પણ મોટું રહે તે અમારા માટે આનંદની વાત છે. આમ પણ અગાઉ પણ બાળકો સરસ પિરામિડ બનાવતા હતા. ઉચ્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિરાભાઇ સારા કાર્યમાં સતત સમય આપવા તૈયાર રહે. તરત તૈયાર થયા કે ચાલો બાળકો તૈયાર કરીએ. અને ૧૨૦ થી વધારે બાળકો તૈયાર કરવાની શરૂઆત થઇ.
વિક્રમસિંહ ઝાલા એ ખુબ સરસ તૈયારી થોડા સમયમાં કરાવી. બાળકો શિસ્ત સાથે ખુબ સરસ યોગ કરી રહ્યા છે. ચોક્કસ જોઇને આનંદ થશે. બાળકો તાલમાં યોગ કરે છે. તમામ બાળકો એક સાથે એક સૂરમાં કાર્ય કરે છે. વધારે લખતો નથી પણ તમામ શિક્ષકોની સતત મદદથી આવું સુંદર કાર્ય જોવાની મજા ઓછી થશે. મિત્રો ખરેખર આટલું ભવ્ય કાર્ય કરાવવા માટે વિક્રમસિંહ ઝાલા અનેક અનેક અભિનંદનના હકદાર છે. આ શિક્ષક સવારે ૭ વાગે શાળામાં આવે છે અને સાથે છેક ૫:૪૫ સુધી શાળામાં હાજર રહે અને તેના વર્ગનું કાર્ય પણ કરે. આવા શિક્ષકોની ટીમના કારણે અમારી શાળાનું કાર્ય ખુબ સરસ રીતે થઇ શકે છે. મિત્રો આપ આ વિડીયો જોશો અને તેના પ્રતિભાવ આપશો.
વિક્રમસિંહ ઝાલા, વિરાભાઇ પટેલિયા અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના આભાર સાથે
#IsanpurPublicSchool
Comments
Post a Comment
Thanks A lots...