અનુભવ કરીએ_જાતે શીખીએ_૩

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ દ્વારા સતત બાળકોને અનુભવ જન્ય શિક્ષણ આપવાના પ્રયાસો કરવામાં આવે છે. પ્રત્યેક બાળક કોઇને કોઇ ક્ષેત્રમાં પોતાની ભાગીદારી ચોક્કસ નોંધવે છે. ક્યારેક વર્ગમાં સતત શાંત અને ચૂપ રહેનાર વિદ્યાર્થીને જો મનગમતો વિષય આપવામાં આવે તો તે તે વિષયમાં ચોક્કસ શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે.
શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નવીન પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. હું વ્યક્તિગત આ આવનાર બદલાવ સાથે સંમત છું, હા કેટલીક વાતમાં વિરોધ હોઇ શકે પરંતુ જરા વિચાર કરવા જેવી વાત છે મિત્રો,
પહેલા આપણે વિદ્યાર્થીઓને પાઠ ભણાવતા હતા
તેના સવાલ જવાબ શીખવતા હતા
તેના આધારે તેનું મૂલ્યાકન કરતા હતા
અને તેના પર પાસ નાપાસ હોશિયાર અને ન કહી શંકુ એવા બીજા થપ્પા લગાવતા હતા. 
જ્યારે હવે સમય બદલાયો છે 
હું હમેશાં કહું છું કે આપણે માર્ક્સ લાવવા માટે ભણાવવાનું નથી પણ બાળક મા ગુણ ખિલાવવા માટે ભણાવવાનું છે. હવે આપણે એ વિચારવાનું કે હાથ ક્યારે ધોવા તેનો સાચો જવાબ લખી શકનાર કે બોલી શકનાર વિદ્યાર્થી શ્રેષ્ઠ કે જ્યારે જ્યારે હાથ ધોવાની જરૂર હોય ત્યારે હાથ ધોવા જાય તે ? 
બસ ગુણ ખિલવવા શિક્ષણ છે મિત્રો... માર્ક્સ તો તમારા અને મારા હવે કયા ઉપયોગમાં આવે છે. સારી સારી કંપની પણ હવે ટેલેન્ટ ને પગાર આપે છે એ સત્ય સ્વીકારવું પડે એમ છે. બાળક જો જાતે કરશે તો અનુભવ થશે
જાતે કરશે તો ભૂલો કરશે અને શીખશે
જાતે કરશે તો પોતાના વિચારે આગળ વધશે
જાતે કરશે તો પ્રત્યેક કાર્યમાં પોતાની આગવી છાપ લઇ આવશે.
હમણા લેવાયેલ કસોટીમાં ધોરણ ૫ ના બાળકોને નકશા પરથી જવાબ આપવાના હતા અમારા એક બાળકે નકશો જોયો અને જવાબ લખ્યો સૌથી મોટો જિલ્લો નકશામાં પાકિસ્તાન દેખાય છે. ખરેખર મને આનંદ થયો કે ભલે એનો જવાબ ખોટો છે પણ તે ભેદ કરતા શીખી ગયો.
જવા દો મારે તો વાત કરવી છે અનુભવના શિક્ષણની
ધોરણ ૨ અંતર્ગત ગણિત વિષયમાં  એકમ ૨૧ જગ અને મગ
અમારા શ્રેષ્ઠ શિક્ષક દ્વારા તેમાં બાળકોને પ્રવાહી માપન કરાવવાનુ આયોજન કરાવ્યો. મિત્રો અલગ અલગ પાત્રો લાવીને માપન કરાવ્યું. અડધો કલાક તો બાળકો પ્રવૃત્તિ કરતા રહ્યા પછી ગણિતના શિક્ષણની શરૂઆત થઇ. 
કયા પાત્રમાં વધારે પ્રવાહી સમાય ?
નાના પાત્ર કેટલા ભરવાથી મોટું પાત્ર ભરી શકાય ?
લિટર ના પાત્રો કેવા ?
૫ રૂની બોટલ ખરીદવી સારી કે ૧૦ વાળી કે ૨૦ વાળી ?
સાથે પાણીનો બગાડ કેમ અટકાવવો એ શીખ્યા.
આખો દિવસ નળ ટપકતો રહે તો શુ થાય અને શુ કરાવવું જોઇએ ?
આવું શિક્ષણ કાર્ય થતું જોઇ આનંદ થાય છે. અલ્પાબેન દ્વારા કરવામાં આવેલ આ મહેનત ચોક્કસ રંગ લાવશે. બાળકો ગણતરી કરતા થાય. સાથે જીવન શિક્ષણ મેળવી રહ્યાનો આનંદ રહેશે. અલગ અલગ પાત્રોની સમજ પડી. આગળ ધોરણમાં લિટર/મિલિ વગેરે તે સરળતાથી કરી શકશે. અને આ અનુબંધ વગર શિક્ષણનો કોઇ અર્થ નથી. આ શિક્ષણ માર્કસ લાવવા કરતા વધારે ગુણ ખીલવવાનું કાર્ય કરે છે જે મને પણ આનંદિત કરી રહ્યું છે. અલ્પાબેન ના આભાર સાથે...
મિત્રો સતત શાળા મા આવા કાર્યો થઇ રહ્યા છે. પણ સમયના અભાવે શેર કરી શક્યા નથી. હવે નિયમિત મળતા રહીશું તેવો પ્રયાસ કરીશું 
આભાર સાથે
#IsanpurPublicSchool
#વિશ્વાસ_સાથે_આપણા_દિવસો_આવશે_જ
આપ આપની પ્રવૃત્તિ અમારી સાથે શેર કરશો. શિક્ષણની આ જ્યોત પ્રજ્વલિત રહે એવી આશા સાથે....
















Comments

Post a Comment

Thanks A lots...