અનુભવ કરીએ... જાતે શીખીએ...5

નકારાત્મક વિચારોનો પ્રવાહ ત્યારે વધે જ્યારે હકારાત્મક શક્તિઓ શાંત બેઠી હોય.
શિક્ષક છીએ તો આપણું કાર્ય સતત
આપણા જીવનમાં આપણા વર્તનમાં
આપણા વિદ્યાર્થીઓના જીવનમાં તેમના વ્યવહારમાં
જે સમાજે આપણામાં વિશ્વાસ મુક્યો છે તે તમામના જીવનમાં
આપણી આસપાસના વાતાવરણમાં હકારાત્મકતા ભરવાનું અને તેને આગળ વધારવાનું કાર્ય આપણું વિશેષ છે. ( આ વ્યક્તિગત વિચાર હોઇ શકે )
બાળક
જાતે શીખતો થઇ જાય તો આજીવન તે ક્યાંય અટકતો નથી.
પોતાની સમસ્યાનું સમાધાન જાતે શોધતો થાય તો ક્યાંય ફસાતો નથી.
અમારા શિક્ષકો સતત પ્રયત્નશીલ રહે છે કે તમામ બાળકો પોતાની રીતે આગળ વધે, પોતાની સમસ્યાનું સમાધાન શોધવા પ્રયત્ન કરે.
આજે ફરી અલ્પાબેન દ્વારા બાળકો સાથે નવીન પ્રવૃત્તિ કરાવવામાં આવી. બાળકોને સામાન્યત: ગણિતમાં રસ ઓછો હોય. તેવા વિષયમાં બાળકો સાથે કાર્ય કરવામાં મુશ્કેલી રહે તે સ્વાભાવિક છે. પણ મારુ માનવું છે કે જો કોઇપણ કાર્યને સ્વીકારી લેવામાં આવે તો તે સરળ કરવાના હજાર નવા રસ્તા મળી રહે છે. આવા રસ્તા આપણે શોધી શકીએ છીએ. ધોરણ ૧/૨ ના બાળકોને સમજ નથી કે તે શુ ભણે છે. તેને તો મનમાં એમ જ હોય છે કે આજે આ નવું શીખ્યું. ગણિત શુ અને ભાષા શુ તેને શુ ખબર.... આવા નિખાલસ બાળકો સાથે અઘરા ટાસ્ક કરાવવા સાવ સરળ નથી.
અલ્પાબેન નિયમિત નવીન પ્રવૃત્તિ કરાવીને બાળકોને જાતે શીખતા કરવા પ્રયત્નશીલ રહે છે. આજે શીખેલા મુદ્દા શીખવવા માટે આયોજન કરવામાં આવ્યું. મિત્રો બાળકો એક બીજા સાથે કાર્ય કરે/સહપાઠી શિક્ષણના ઉદાહરણ પુરા પાડે તેમ કાર્ય કરી શકાય તો શિક્ષણનો આનંદ વધી જાય છે. બાળકોને અવનવા શૈક્ષણિક સાધનો આપીને તેમને સંખ્યાજ્ઞાન કરાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો. ૧ થી ૫૦ અને ૬૦ થી ૧૦૦ સુધીનું સંખ્યાજ્ઞાન ધોરણ ૧/૨ નો અભ્યાસક્રમ છે. તમામ વિદ્યાર્થીઓ એક સાથે શીખી લેશે તે શક્ય નથી. તમામને આવડી જાય તે પણ માનવું ભૂલ ભરેલું છે. તો દરેકને પોતાની ગતિથી આગળ વધવા માટે શિક્ષકે તૈયારી કરી તે ખરેખર પ્રશંસનીય છે.
બાળકો માટે સંખ્યાજ્ઞાનના કાર્ડ બનાવવા.
અંક કાર્ડ નિર્માણ કરવા
મૂર્ત વસ્તુઓ ભેગી કરવી
તે બાળકો ગોઠવી શકે તેટલા શૈક્ષણિક સાધનો નિર્માણ કરવા
વિદ્યાર્થીઓને તેની સમજ આપવી
તેને સ્વતંત્ર કાર્ય કરવાની છૂટ આપવી
જયા ભૂલ કરે ત્યાં મદદ ઉપલબ્ધ કરાવવી તે શિક્ષકનું સાર્થક કાર્ય છે અને આ તમામ કાર્ય અલ્પાબેન દ્વારા સુપેરે કરવામાં આવ્યું છે તે જોઇ શકાય છે. દરેક બાળકને જરૂરી સાહિત્ય મળે તે પ્રમાણે સાધનો નિર્માણ કરવાનું કાર્ય સરળ નથી. ખરેખર આ જોઇ આપણે સમજી શકીશું કે બાળકને જો તક આપવામાં આવે તો તે પોતાની ગતિથી આગળ વધે છે અને શીખી શકે છે.
આવા શૈક્ષણિક અનુભવો પુરા પાડવા માટે હું શિક્ષકનો આભાર માનું છું. સાથે ભૂરપુર પ્રશંસા કરતા આનંદ થાય છે કે આવા શિક્ષકો અને સતત થઇ રહેલા શૈક્ષણિક પ્રયત્નોના કારણે જ અમે નવી સફરે આગળ વધી રહ્યા છીએ.
આવતી કાલે NMMS ની પરીક્ષા છે અમારા સૌથી વધુ બાળકો ભાગ લેશે. તેને તૈયારી કરાવવા માટે ૩ શિક્ષકોએ ખુબ મહેનત કરી છે તે વિશે કાલે વાત કરીશ.
ખાસ
અલ્પાબેન ના આભાર સાથે...
#IsanpurPublicSchool


















Comments