અનુભવ કરીએ... જાતે શીખીએ..4

#વિશ્વાસ_સાથે_ચોક્કસ_આપણા_દિવસો_આવશે_જ
હું સતત માનતો આવ્યો છું અને હવે મારો આ વિશ્વાસ દિન પ્રતિદિન મજબૂત થઇ રહ્યો છે. મિત્રો ઉત્સાહથી અપેક્ષિત પરીણામ મેળવી શકાય છે, બસ તે પરીણામ લાવવા માટે લગનપૂર્વક ચોક્કસ દિશામાં પ્રામાણિક પ્રયત્નો કરવા પડે. 
મિત્રો ઇસનપુર પબ્લિક સ્કૂલ દ્વારા સતત બાળકોને અનુભવજન્ય જ્ઞાન આપવા પ્રયત્નો કરવામાં આવે છે. બાળક તો બાળક છે તેને નવું કરવું ગમે જ છે. મને યાદ છે તેમ આપને પણ અનુભવ હશે કે નવા કપડા આવે અને પહેરીને આંટો ન લગાવીએ તો ચેન ન પડે.
અમારા શિક્ષક શ્રી અશોકભાઇ પંચાલ દ્વારા બાળકને નવું આપવાનો પ્રયત્ન સતત કરવામાં આવે છે.
શિક્ષણ જો ભણવા કરતાં માણવાનો વિષય બની જાય તો તે આનંદદાયી બને જ બને.
એકને એક કરવાને બદલે જો નવું કરાવવામાં આવે તો તેની સફળતાની શક્યતાઓ વધી જાય છે.
ગણિત એવો વિષય છે કે તેનાથી હમેશાં અણગમો રહે છે પણ ધોરણ ૪ મા આવે ગાડુ પૈડું અને વર્તુળની સમજ... 
હવે અમારી શાળા તો શહેરી વિસ્તારમાં આવે....
ગાડુ ના મલે ગાડી જ મલે...
અશોકભાઇ દ્વારા બાળકોને આ સમજ આપવા માટે જ્ઞાનકૂંજ પ્રોજેક્ટના પ્રોજક્ટરનો ઉપયોગ કર્યો. જરૂરી સાહિત્ય ભેગું કર્યું. લેપટોપ લગાવીને સમજ આપવાની શરૂઆત કરી. મિત્રો બધા બાળકોને મજા આવી.
મજા સાથે તેમને તો ભવિષ્યની વર્તૃળની સમજ પૂર્ણ કરાવવી હતી. તો સમગ્ર એકમ અંતર્ગત આવનાર સમયમાં શુ આવશે તેની સમજ પણ આપવામાં આવી. અલગ અલગ પૈડા બતાવ્યા. તેના આધારે સમજ સ્પષ્ટ કરી. આવું આયોજન કરવાની સાથે બાળકોને સાથે રાખી તેનો અનુભવ કરાવ્યો. તે ચોક્કસ સમજી શક્યા કે પૈડું શુ અને વર્તૃળ શુ ? ગણિત જેવા વિષયને રસપ્રદ બનાવવાની સાથે જાત અનુભવ આપવાનો સરસ પ્રયત્ન પ્રશંશાને પાત્ર છે. પ્રત્યેક શિક્ષક સતત નવીન અનુભવો બાળકોને આપવા પ્રયત્ન કરે છે. સતત નવા પ્રયોગો સફળ પણ થઇ રહ્યા છે. NNMS અંતર્ગત પણ અલગ આયોજન થઇ રહ્યું છે. નવા અંકમાં તે વિશે વાત કરીશ. 
આયોજન પ્રમાણે આગળ વધવાના પ્રયત્નો પરીણામ લાવી રહ્યા છે. ચોક્કસ આપને જોઇ આનંદ થશે.
અશોકભાઇના આભાર સાથે
#IsanpurPublicSchool


















Comments