રમીશું ને ભણીશું.... 2

જીવનમાં રમત અને રમતમાં જીવન બન્ને એકબીજા સાથે જોડાયેલ રહે છે. મિત્રો મારે ફિલોસોફી પર વાત કરવી નથી. મારે તો અમારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે વાત કરવી છે તેમની વાત કરવી છે અને તેમને ભણતા કરવા પ્રયત્નશીલ શિક્ષકોની વાત કરવી છે.
ઘોરણ ૧/૨ એટલે પ્રજ્ઞા વર્ગ અને ખાસ નાના નાના બાળકો. આંખો દિવસ તો વર્ગમાં કંઇ રીતે બેસાડી શકાય. એ બેસી શકે પણ નહિ. આનો સંપૂર્ણ વિચાર શિક્ષકો દ્વારા કરવામાં આવે છે અને તે પ્રમાણે કાર્ય કરવામાં આવે છે. ક્યારેક વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તો ક્યારેક રમત રમાડીને. 
નાના આ બાળકોને રમવું ગમે પણ સાથે તેમાં શિક્ષણ જોડવું શિક્ષકની આગવી ઓળખ કહી શકાય. રમત મા સ્પર્ધા રહે કોણ પહલો અને હું કયા ભૂલ કરી ગયો તેનું શિક્ષણ રમત દ્વારા આપી શકાય. ભાનુબેન દ્વારા બાળકને મેદાનની રમત રમાડવામાં આવી. બાળકોને તો મનગમતું કાર્ય મળ્યું. વર્ગની દિવાલો આજે ખુલ્લા ગગનમાં ફરવાઇ ગઇ. સૌ પોતાની જાતે શિક્ષકના કહ્યા પ્રમાણે સામગ્રી લઇને મેદાને ગયા અને સંગીત ખુરશી રમવા લાગ્યા. થાક્યા તો દેડકા જેમ કૂદવા લાગ્યા. રમત રમતા તેમના ચહેરા પર આનંદ એટલો સરસ દેખાય છે કે તેની કલ્પના આપણે સહજ કરી શકીએ. ખરેખર બાળકને એક તાસ રમવા મળવું જ જોઇએ. ફીટ ઇન્ડિયા બનાવવા માટે અમે નવા પ્રયોગો કરવા જઇ રહ્યા છીએ. હવે કોથળા દોડ, લીંબુ ચમચી, ચોકલેટ શોધ, દેડકા દોડ, પક્કડ દાવ, કેટલા રે કેટલા જેવી રમતોનું આયોજન કરી રહ્યા છીએ. આ શરૂઆત છે પણ બાળકોના મુખ પર છલકાતું નિર્દોષ હાસ્ય કહે છે કે 
અમને રમવા દો. 
મજા કરવા દો.
અમે ભણીશું અને ચોક્કસ ભણીશું 
શિક્ષકો સતત આવા બાળકોન્દ્રી પ્રયત્નો કરતા રહે છે પરીણામ સ્વરૂપ નામાંકનની સાથે પ્રવેશ અને સ્થાયીકરણ સરળતાથી થઇ રહ્યું છે. આજની રમત સામાન્ય લાગે પણ શિક્ષક રમવા લઇ જાય એનો આનંદ તો આપણે સૌ જાણીએ છીએ. સમજીએ છીએ. મને ખબર છે કે ૫/૬/૭ મા અમારા શિક્ષક કહેતા કે જે આવડે છે તેના કરતા એક વધારે ઘડિયો તૈયાર કરે તે રમવા જાય. અને એ બહાને ઘડિયા તૈયાર થતા અને રમવાની મજા આવતી. આવા અનુભવો આપણ સૌને છે. ચાલો બાળકોને ખુલ્લા મેદાનમાં વિશાળ ગગન નીચે રમવા દઇએ. ખિલવા દઇએ
ભાનુબેન ના આભાર સાથે
#IsanpurPublicSchool









Comments

Post a Comment

Thanks A lots...