પ્રયત્નો સફળ થઇ રહ્યા છે.
વિચારો આચરણ સાથે ગોઠવાઇ રહ્યા છે.
સંકલ્પો સફળતા સાથે મળી રહ્યા છે.
કાર્યો કરવાની ધૂન હવે આદત બની રહી છે.
થોડા સંકલ્પો લઇને ચાલેલા અમે ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો આજે અનેક નવા સપનાઓ સજાવી રહ્યા છીએ. નક્કિ હતું કે શાળાને બાળકોને ગમે એવું વાતાવરણ આપવું. જો આવું વાતાવરણ આપી શકીશું તો તે શાળામાં આવશે અને આવશે તો ભણશે.
છેલ્લા બે વર્ષમાં કરેલા અનેક પ્રયત્નો આજે પરીણામ લઇ આવ્યા લાગે છે. સર્વ પ્રથમ કાર્ય કર્યું કે શિક્ષકો વર્ગમાં રહી શકે, તેમાં અમે સંપૂર્ણ સફળ થયા છીએ. વધારાનું કોઇપણ કાર્ય કરવામાં લાગતો સમય હવે સીધો બાળકને મળી રહ્યો છે.
પણ મિત્રો આજે મારે વાત કરવી છે શાળામાં છેલ્લા બે માસમાં કરેલ કાર્યોની. આમ તો હજુ કાર્ય ચાલે છે પરંતુ સૌને કામ આવે તે માટે કેટલીક વાતો ક્ષણો આપ સાથે શેર કરું છું.
શાળાનું બેનર લગાવ્યું અને એ પણ એક જ શાળાના નામે... જ્યારે એક જ મકાનમાં બે શાળા ચાલે છે.
ટાયર ગાર્ડનને મજબૂત બનાવી દીધો અને તેમાં પાણી ન ભરાય તેની વ્યવસ્થા કરી.
હેંગીગ ગાર્ડન બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો. અને અનેક છોડ ખીલી રહ્યા છે.
છોડને નુકશાન ન થાય તે માટે દિવસ બનાવવાનો વિચાર હતો પરંતુ તે એમ બનાવવી હતી કે તેનો શૈક્ષણિક ઉપયોગ કરી શકાય અને વાંસના બાન્બુનો ઉપયોગ કર્યો. તેની એક સુંદર દિવાલ બનાવી. ભાવ મેળવ્યા. નાણાંનો અભાવ હતો તો શિક્ષકો મદદે આવ્યા. અને કામ થઇ ગયું.
અમારું એમ્ફી થીયેટર હતું સાદું તેનો ઉપયોગ થતો પણ બાળકોને તડકો લાગે, વરસાદમાં ઉપયોગ ન થઇ શકે તેના માટે તેના પર વાંસનું છાપરું બનાવવા નક્કિ કર્યું અને આજે થઇ પણ ગયું.
વેલ અમારી રંગ લાવી રહી છે અને તે જ્યારે તૈયાર થશે ત્યારે નયનરમ્ય નજારો થશે જે બાળકોને શાળાએ લાવવા મજબૂત પગલું બનશે.
વાલી મિટીંગ કરી તેમને માહિતી આપી.
આખર તારીખે અશોકભાઇ પંચાલના માર્ગદર્શન સાથે સફળ શિક્ષક તાલીમનું આયોજન કર્યું.
સૌ સ્ટાફ માટે ૧૭૦૦૦ રૂપિયા ની ખાદીની ખરીદી કરી.
સફળ બાળકોને વર્ગશિક્ષકો દ્વારા સ્વખર્ચે ઇનામ આપવામાં આવ્યા.
ધોરણ પ્રમાણે મિટીંગ કરવાનું સપનું સાકાર થશે.
સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા કલા મહોત્સવના યજમાન રહ્યા.
ઝી ૨૪ કલાક ની ટીમ દ્વારા શાળા મુલાકાત કરવામાં આવી અને તેનું પ્રસારણ પણ થયું.
અમારા અધિકારી શ્રી દ્વારા શાળાની મુલાકાત થઇ અમને માર્ગદર્શન આપ્યું.
નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઇ.
શાળાનું માસિક મુખપત્ર સફળતા પૂર્વક સરકારી શાળાની વાત સમાજ સુધી લઇ જવામાં સફળ થઇ રહ્યું છે.
બાળકો સાથે કામ કરવા અમારા તમામ શિક્ષકો અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમાં તેઓ સફળ થઇ રહ્યા છે.
શાળાને નવોદય ક્રાંતિ દ્વારા સ્માર્ટ સ્કૂલનો એવોર્ડ આપવામાં આવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના અને પોતાના થાનગઢ તાલુકાના સરોડી પ્રાથમિક શાળાના બે શ્રેષ્ઠ શિક્ષક દંપતી શ્રી કેતનભાઇ ગદાણી તથા દિપ્તિબેન ગોહીલ દ્વારા મુલાકાત કરવામાં આવી.
અમને અમારા કાર્યમાં અમારી શિક્ષણ સમિતિ, અમદાવાદના ચેરમેન શ્રી ધીરેન્દ્રસિંહ તોમર સર, શાસનાધિકારીશ્રી એલ.ડી.દેસાઇ સર, મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી સર, સુપરવાઇઝર શ્રી જયદેશ દૂબે સર તથા રાજેશભાઇ આંબલિયાર સરનું સતત માર્ગદર્શન મળ્યું.
તમામ સ્ટાફે એક સાથે એક અવાજે કાર્ય કર્યું. સમયદાન કર્યું. તેનો આનંદ અમને છે.
ચોક્કસ આપને આ જોઇ આનંદ થશે.
એક સારી સરકારી શાળનું નિર્માણ કરવામાં સફળ થઇ રહ્યાનો આનંદ છે પણ સંતોષ નથી. તે સંતોષ માટે ચોક્કસ પુરુષાર્થ કરીશું.
અમને અમારી અધિકારી દ્વારા મળતો સહયોગ ચોક્કસ તમામ શાળાને મળતો જ હશે.
તમામ સ્ટાફ ના આભાર સાથે
#IsanpurPublicSchool





















































































પ્રયત્ન કરીએ, તો સફળતા મળે જ.
ReplyDeleteએનું એક ઉત્તમ ઉદાહરણ
ઈસનપુર પબ્લિક શાળા દ્વારા
સમાજ સામે જઈ રહ્યું છે.
ખૂબ ખૂબ આનંદ...
પ્રગતિ કરતા રહો.
Awesome. Good efforts
ReplyDelete