ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત આજે બાળકોને શીખેલું યાદ કરવા પ્રવૃત્તિ કરાવવામાં આવી. પ્રજ્ઞા વર્ગ અંતર્ગત બાળક જાતે પોતે શીખેલ વાતને સમજે તેવા હેતું સાથે ગણિત વિષયમાં 1 થી 5 ના અંકો સાથેની છાપ કરાવવાનું કાર્ય કરાવવામાં આવ્યું. શિક્ષકોના પ્રયત્નો ચાક્કસ દાદ માંગી લે તેવા છે કારણ કે ઘરેથી તૈયારી કરીને આવવાનું અને બાળકોને શીખવવાનુ... સરળ નથી પરંતુ તમામ કાર્યો ચોક્કસ બાળકો જાતે કરતા થયા છે તેનો આનંદ છે. આપ જોશો તો આનંદ થશે કે નાના-નાના બાળકો દ્વારા કરવામાં આવેલ આ અદ્ભૂત કાર્ય અને કલાકારી આપને અભિભૂત કરશે તેનો મને વિશ્વાસ છે.
ચોક્કસ આપ મારા વિચાર સાથે સહમત થશો...
અમારા જ નહિ તમામ સરકારી શાળાના બાળકો સાથે શિક્ષકો અલગ આયોજનથી અને ચોક્કસ સમજથી કોઇપણ ગોખણપટ્ટી કે લેખણપટ્ટી કરાવ્યા વગર બાળકો સાથે નવીન પ્રવૃત્તિ કરાવી રહ્યા છે.
એ પણ અપેક્ષા વગર, ક્યાંક તો એવું પણ બને છે કે સામે પક્ષે તેની જરૂરીયાતનો અહેસાસ પણ ન હોય તો પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વિચારોને આચારમાં મુકી શકાય તે કાર્યમાં પરીણામ પામે છે. સાથે જો હકારાત્મક વિચારો હોય અને કાર્યો કરવાનો ઉત્સાહ હોય સાથે જો પ્રામાણિક પ્રયત્નો ભળી જાય તો ચોક્કસ નક્કિ કરેલ પરીણામ લાવી શકાય છે. શાળાના કાર્યો હંમેશા બાળકોના વિકાસ માટે હોય છે. બાળકોના જીવનને નવી, ચોક્કસ અને હકારાત્મક દિશા આપવી એ શિક્ષણનું કાર્ય છે.
પ્રત્યેક
બાળકો જાતે કામ કરતા થાય તેવો તેનામાં વિશ્વાસ ભરી શકાય તો તે શિક્ષણ છે.
બાળક જો શિક્ષકના જેમ આત્મવિશ્વાસથી ડર વગર બોલી શકે તો તે શિક્ષણ છે.
બાળક જો બીજા બાળક સાથે કોઇ વિષયે ચર્ચા કરતો થાય તો તે શિક્ષણ છે.
બાળક જો પોતાને ગમે તા વિષય પર પોતાની વાત રજુ કરી શકે તો તે શિક્ષણ છે.
બાળક જો સવાલ કરતું થાય, તેના જવાબો મેળવવા મથે તો તે શિક્ષણ છે.
આ તમામ વાતનો અમે સ્વીકાર કરી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા શિક્ષકો સતત બાળકો પાસે નવીન પ્રવૃત્તિઓ કરાવે છે. તમામ પ્રવૃત્તિને શૈક્ષણિક બનાવવાનો પ્રયાસ કરે છે. કેટલાક પ્રવૃત્તિઓ બાળકને આનંદ આવે તે માટે હોય છે, પરંતું તે આનંદ માટે હોવા પાછળનો અર્થ માત્ર એટલો કે તેના પછી કરાવવામાં આવનાર પ્રવૃત્તિ તેને નવા વિશ્વમાં લઇ જવા માટેની તૈયારી હોય છે. તેને કોઇ નવે વિષય આપવા માટેની પૂર્વ તૈયારી હોય છે.
જ્યારે બાળક
ખુશ હોય,
આનંદમાં હોય,
વર્ગમાં હોય ( શારીરિક રીતે અને માનસિક રીતે પણ ),
જીવંત રીતે ભાગીદાર બનવા તૈયાર હોય ત્યારે તેની નવુ શીખવાની તૈયારી અનેક ગણી વધી જાય છે.
જ્યારે શીખવવા માટે પ્રવૃત્તિ કરાવવામાં આવે ત્યારે તે ચોક્કસ શીખે છે. પણ હા મિત્રો, તમામ બાળકો એક સાથે શીખી જાય તે શક્ય નથી અને ત ેસર્વ સામાન્ય વાત છે. હો પણ બાળકો જાતે કામ કરે અને શીખે તેના જેવો આનંદ બીજો કોઇ હોતો નથી.
બાળકો સાથે કાર્ય કરી અમે ખુશ છીએ. અમારા પ્રયત્નો ચોક્કસ રંગ લાવશે.
અલ્પાબેન ચૌહાણના આભાર સાથે...
ઇસનપુર પબ્લિક સ્કૂલ











Good
ReplyDelete