સાફલ્ય... એક સાકારિત સ્વપ્ન અંક - 4 - નવેમ્બર 2019

સંકલ્પનાઓની સિદ્ધીની સમજ તો એને હોય જેને અવિરત કોઇ ધ્યેય માટે સ્વાર્થ વગર કાર્યો કરીને પોતાની શાળામાં બાળકોના શિક્ષણ માટે, બાળકોને શાળા ગમે તે માટે પ્રયત્નો કર્યા હોય.
સરકારી શાળા અને સરકારી શાળામાં ભણાવતા અનેક શિક્ષકો સતત નવીન પ્રવત્તિઓ કરી રહ્યા છે.
બાળકો તો પોતાને અને પોતાનામાં રહેલ સપનાઓને લઇને આવે છે.
તેના વાલી તેની આંગળી પકડીને તેમને પોતાના પાલ્ય માટે વિચારેલ અરમાનો લઇને આવે છે.
અનેક શાળાઓ પોતાની રીતે કાર્યો કરે છે. તેમાં સફળ પણ થઇ રહ્યા છે.
અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત નવીન પ્રવૃત્તિઓ કરાવતા કરાવતા શાળાને બાળકોને ગમે તેવી બનાવવા પ્રયત્નો કરે છે. ક્યાંક અમારા પ્રયત્નો હવે સફળ થઇ રહ્યા છે. સાથે ઘણું કાર્ય કરવાનું બાકી છે. કરીશું. શરૂઆત કરી છે, પરિશ્રમમાં પ્રામાણિકતા છે, વિચારોમાં નવીનતા છે.
સાથે અમારી શાળા દર મહિને
સાફલ્યએકસાકારિતસ્વપ્ન દ્વારા અનેક શાળા તથા એવા શિક્ષકોની વાત અને વિચાર સાથે કરેલ કાર્યો લઇ આવે છે. ચોક્કસ આપને આ અંક વાંચવો ગમશે.
સાથે આપની શાળામાં, આપણા આસપાસની શાળામાં કોઇ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ હોય
શિક્ષણને લગતા કોઇ લેખ હોય
એવા કોઇ પ્રેરક પ્રસંગ હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરશો. અમે તેને અમારા વિશાળ વાચક વર્ગ સુધી લઇ જવા પ્રયત્નો કરીશું.
આપના પ્રતિભાવો અમને નવી પ્રેરણા આપશે.
આપ આપની વાત અમને 7567853006 પર ફોન અથવા Whatssapp અથવા vaishwika@gmail.com સંપર્ક કરશો અથવા મોકલી આપશો. આપ ખાલી પ્રવૃત્તિ વિશે માહિતી આપશો અને ફોટોગ્રાફ અમે તેની સ્ટોરી બનાવીને મુકીશું.
આપના સાથ, સહકાર અને માર્ગદર્શનની અપેક્ષા સાથે.....









સાફલ્યના અંકને PDF ડાઉનલોડ કરવાની લિંક


Comments