અનુભવ કરીએ... શીખીએ.. 2

મિત્રો બાળક તો શાળાએ
શીખવા જ આવે છે અને આપણે તેને ભણવા બેસાડી દઇએ છીએ.
એ તો નવું જાણવા આવે છે અને આપણે લખવા બેસાડી દઇએ છીએ.
એ તો નવા અનુભવો મેળવવા આવે છે અને આપણે તેને 5 વાર લખવા આપી દઇએ છીએ.
એને તો પોતાના અનુભવો બીજાને, શિક્ષકને કહેવા છે પણ આપણે તો એને જવાબો તૈયાર કરવા બેસાડીએ છીએ.
અનુભવ એ શિક્ષણનું સાચું સ્વરૂપ છે.
વિચારોને અમલમાં મુકી શકાય તો તે શિક્ષણ જીવન વિકાસ માટેની કડી બને છે.
સ્વામી વિવેકાનંદ કહેતા કે જ્ઞાન તો વિશ્વમાં છે જ બસ જ્યારે તે બાબતનો અનુભવ થાય ત્યારે તે ઉપયોગી બને છે.
અનુભવ સૈદવ નવું શીખવવામાં મદદરૂપ બને છે.
જ્યારે કોઇપણ કાર્યનો અનુભવ કરવામાં આવે તો તે લાંબો સમય યાદ રહે છે.
મને બરાબર યાદ છે કે જ્યારે ભણતા હતા ત્યારે અનુભવો પુરા પાડવાની જગ્યાએ કોઇ દાખલો કે પ્રશ્ન લખાવી દેવામાં આવે અને તે તૈયાર કરવાનો રહે. આજે અમારી શાળા બાળકોને અનુભવો પુરા પાડવાનું કાર્ય કરી રહી છે. હા ક્યારેક આવા અખતરા ખાલી અખતરા જ બની રહે છે તો ક્યારેક તે સફળ પરીણામ લઇ આવે છે. શાળાનું શિક્ષણ માનવજીવનમાં સૌથી મોટી મુડી બની રહે છે. ગણિત વિષય એવો છે કે જો તેને એક વાર સમજમાં આવે તો જીવનભર ઉપયોગમાં લઇ શકાય છે.
ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત સંજય ભગોરા દ્વારા ધોરણ 8 ના બાળકોને આવા અનુભવો પુરા પાડવાનું કાર્ય કરવામાં આવ્યું. બાળકોને શીખવાડવી પ્રાયોગિક ભૂમિતિ. તે વિષયાંગ અંતર્ગત ચતુષ્કોણની રચના શીખવવી.
શાળા સતત પ્રયત્નો કરી રહી છે કે બાળકોની જરૂરીયાત પ્રમાણે શૈક્ષણિક સાધનો વિકસાવવા. તે અંતર્ગત આજે શાળામાં 4 ગણિત પેટી છે. તમામ બાળકો તેનો ઉપયોગ સમજી શકે તે માટે અમારા ગણિતના શિક્ષકો તેનો અસરકારક ઉપયોગ કરે છે. મને બરાબર યાદ છે કે નાનો હતો અને નવો કંપાસ આવે તો જોવાની મજા આવતી, પણ તેમાં રહેલ પરિકર ને ફુટપટ્ટી સિવાયના સાધનોનો ઉપયોગ તો દૂર નામ પણ ખબર નહિ. સવાલ કરું તો જવાબ મળતો કે તમારે હાલ તે શીખવાની જરૂર નથી. આનંદ આજે એ છે કે અમારા શિક્ષકો સાધનોનો ઉપયોગ કરે છે. પ્રથમ વર્ગમાં બાળકોને આ સાધનોનો પરિચય કરાવવામાં આવ્યો.
સંજય ભગોરાએ પરિકર, કોણમાપક, દ્વિભાજક, કાટકોણ વગેરેનો પરિચય કરાવ્યો. પણ મિત્રો આપણી તો સરકારી શાળા... તમામ બાળકો પાસે આવા સાધનો હોય તેની શક્યતા ઓછી તે આપ સૌને જરૂર ખબર જ છે. અમે ગયા વર્ષે આવા 100 સાધનો વિકસાવેલ. જે બાળક પાસે નથી તે તેનો ઉપયોગ કરે અને પછી પરત મુકી દે. પહેલા ગણિતમા પ્રમય આવે ને રચના આવે પણ તે શીખવા કરતાં વધારે ઉપયોગી એમ બને કે 3 પ્રમયના 15 માર્ક્સ અને 2 રચનાના 8 માર્ક મળે. તો કરવાનું શું  ?  ગોખવા લાગવાનું. સૌને સમાધાન પાસ તો થઇ ગયા. પણ અનુભવ વગર તે વ્યર્થ જ રહે છે. આજે તમામ સાધનોનો પરિચય કરાવ્યા બાદ ધોરણ 3 માં શીખેલ ચોરસનની મુલાકાત વિવિધ ચતુષ્કોણ સાથે કરાવીને પાકી સમજ આજે થઇ.
ગણિત વિષય એવો છે કે એક વાર સમજમાં આવી જાય તો ક્યારેય ભુલાતુ નથી અને ઉપયોગી બની રહે છે. આજે બાળકોને સાધન પરિચયની સાથે ચતુષ્કોણની રચના કેમ કરી કરવી તેની સરળ સમજ અપાઇ. તેને સમજતા આવડે તો રચના કરતાં આવડે અને રચના કરતા આવડે તો લખતા આવડે, આમાં ક્યાંય ગખવાની વાત આવતી નથી. બાળકોને આવા સફળ પ્રયત્નોના અનુભવો આપવા બદલ સંજય ચોક્કસ અભિનંદનને હકદાર છે.
બાળકોને જાતે શીખતા કરવા એ જ શિક્ષણનું સાચુ સ્વરૂપ છે.
તેને શૈક્ષણિક સવાલો કરતા કરવું એ યોગ્ય શિક્ષણ છે.
પોતે કરેલા અનુભવો મિત્રો સાથે શેર કરતા થાય તો તે શિક્ષણ લાંબો સમય ટકી રહે છે.
મૂળ વાત છે કે બાળકને બોલ બોલ કરો તો કંટાળે... જેમ એક જ જ્યાએ બેસી રહેવામાં આવે તો એમ થાય કે હવે બસ... બાળકોનું મન તો સ્વભાવે ચંચળ હોય છે. તેને કામ આપો તો ખુશ બાકી ધમાલે ધમાલ... પછી ભલે ટેબલ પર ડસ્ટર પછાડે જાઓ એને કંઇ ફરક પડતો નથી.
સંજય ભગોરાના આભાર સાથે...

#IsanpurPublicSchool

Follow Us - https://isanpurpublicschool.blogspot.comFacebook - https://www.facebook.com/IshanpurPublicSchool/Twitter - https://twitter.com/AmcIps2Whatsapp - 7567853006, 8780468062




























Comments

  1. Replies
    1. ખુબ ખુબ આભાર સર આપના શબ્દો અમારા માટે પ્રેરણા બનશે નવી ઊર્જાથી કાર્ય કરવા પીઠબળ આપશે.

      Delete

Post a Comment

Thanks A lots...