નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત અવિરત બાળ વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળા સતત ભૌતિક રીતે સજ્જ બની રહી છે સાથે શૈક્ષણિક દિશામાં પણ પ્રગતિ કરી રહી છે. બાળકો સાથા સતત કાર્ય કરતા કરતા શાળા વિકાસના પંથે આગળ વધી રહી છે. શાળાના શૈક્ષણિક કાર્યો અને ભૌતિક સુવિધાઓની સુવાસ સમાજ સુધી પહોંચી રહી છે.
શાળાના કાર્યો બાબતે આજે Zee 24 કલાક દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવી. Zee 24 કલાકની ટીમમાં અમિતભાઇ રાજપૂત અને તેમની ટીમ શાળામાં મુલાકાતે આવી.
શાળામાં તેમને શાળામાં ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી. શાળાના કાર્યક્રમો અંગે અમારી સાથે ચર્ચા કરી. ત્યાર બાદ અમને નવાઇ લાગે તેમ અમિતભાઇ એ જણાવ્યું કે આપની શાળામાંથી જ રિપોર્ટર બનાવવામાં આવશે. શાળાના SMC અધ્યક્ષ શ્રી જૈનુલઆબદીન અંસારીના પુત્ર આદેલ ને પત્રકાર બનાવવામાં આવ્યો.
એક બાળક કે જેને અચાનક આવુ કાર્ય આપવામાં આવે તો નવાઇ લાગે અને સાથે મુશ્કેલ પણ લાગે. પરંતું Zee 24 કલાકની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળક સાથે અમિતભાઇએ બાળક બની કાર્ય કર્યું. સવાલ કેમ કરવા, કઇ રિતે જવાબ મેળવવા વગેરે... પણ પશ્નો પસંદ કરવાની છૂટ હતી અમારા અને ઇસમપુર પબ્લિક સ્કૂલના નવા રિપોર્ટર આદેલ અંસારીને.... પ્રથમ વર્ગ મૂલાકાત કરવામાં આવી. બાળકો સાથે વર્ગમાં પ્રશ્નોતરી કરવામાં આવી. અભ્યાસને લગતા સવાલો પૂછવામાં આવ્યા. શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે સવાલો કરવામાં આવ્યા. બાળકો દ્વારા તેના તેમની ભાષામાં જવાબ આપવામાં આવ્યા. બાળકો સાથે આવો સંવાદ પ્રથમ વાર થઇ રહ્યો હતો. તેઓ ખુશ પણ હતા અને થોડા સંકોચમાં પણ કે કોઇ સવાલનો જવાબ ન આવડે તો ? તેવી સમસ્યા વચ્ચે પણ બાળકોએ પોતાને કરેલ સવાલોના જવાબો આપ્યા.
આટલુ પૂર્ણ કરી Computer Lab માં બાળકો સાથે ચર્ચા કરવામાં આવી. બાળકો કોમ્પ્યુટર પર કામ કરતા જોઇ સૌને આનંદ થયો. ત્યાં પણ કાર્ય કરી રહેલ બાળકો સાથે ચર્ચા કરવામાં આવી. બાળકો સાથે કરેલ ચર્ચા બાદ બન્ને પક્ષે આનંદ હતો.
શાળામાં અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તે બાબતે ટીમ દ્વારા રમત પ્રવૃત્તિઓની વાત કરવામાં આવી. તેમની સાથે બાળકોની ચર્ચા કરવામાં આવી. તેઓ પણ બાળકો સાથે રમવાનો આનંદ લેવાનુ ચૂક્યા નહિ. અંતે મુખ્ય શિક્ષક સાથે થોડી ચર્ચા કરવામાં આવી.
સમગ્ર સમય દરમ્યાન શાળાના શિક્ષકો દ્વારા સારો સહયોગ મળ્યો. સતત કાર્ય કરતા અમારા શિક્ષકો માટે આ આનંદની સાથે પડકારનો સમય પણ રહ્યો. સૌ સાથે રહીને સતત કાર્ય કરતા રહ્યા તોનો આનંદ છે.
અમારા અપર પ્રાયમરી શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલીયા, ચંદુભાઇ પ્રજાપતિ, અશોકભાઇ પંચાલ, હરેશભાઇ મોદી વગેરેએ ખુબ સાથ અને સહકાર આ્પ્યો. શાળાના અન્ય શિક્ષકો દ્વારા અવિરત કાર્ય કરવામાં આવે છે તેનું પરીણામ મળી રહ્યું છે.
સતત કરવામાં આવતી શાળાની પ્રવૃત્તિથી સમગ્ર ટીમને આનંદ થયો. શાળાનું તમામ કામ સરળતાથી પૂર્ણ કરી શકાય તે માટે સમગ્ર વહિવટ કમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલ છે. NMMS માં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ બાળકો પરીક્ષામાં બેઠા અને સાથે તેમાંથી 11 બાળકો શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો પરીણામે
આજે 6 થી 8 માં 933 બાળકો તથા
1 થી 5 માં 1381 બાળકો સાથે કુલ 2314 બાળકો અબ્યાસ કરી રહ્યા છે. જ્યારે શરૂઆત કરી ત્યારે એમ હતુ કે આ વર્ષે 2100 ક્રોસ કરવું પરંતું શિક્ષકો અને SMC ના સહયોગથી તેમાં નક્કિ કરેલ લક્ષાંકથી આગળ સફળતા મળી. જેનો આનંદ અમે ચોક્કસ લઇ શકીએ છીએ.
અમારા આ આનંદમાં અમારા માર્ગદર્શક સુપરવાઇઝરશ્રી જયદેશ દૂબે સરની પ્રેરક ઉપસ્થિતિ રહી. શાળા પરિવાર તેમનો આભારી રહેશે.
અમારા આ આનંદમાં અમારા માર્ગદર્શક સુપરવાઇઝરશ્રી જયદેશ દૂબે સરની પ્રેરક ઉપસ્થિતિ રહી. શાળા પરિવાર તેમનો આભારી રહેશે.
Very good keep it up Sir
ReplyDelete