મને આવડે છે... હું કરીશ...

બાળક તો બાળક છે
મારા મતે પ્રત્યેક બાળક ઊર્જાથી ભરેલું છે
દરેક બાળકના મન મગજમાં અપાર શક્તિ ભરેલી છે
આત્મવિશ્વાસ બાળકોમાં હોય જ છે
આવડશે કે નહિ આવડે તેની કલ્પના બાળકના મનમાં વસવાટ કરતી નથી.
ઇસનપુર પબ્લિક સ્કૂલ સદૈવ તેની મજબૂત શિક્ષકોની ટીમ દ્વારા સતત બાળવિકાસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવીને તેમના જીવનમાં અક્ષરજ્ઞાનના એકડાની સાથે જીવનવિકાસના પાઠ શીખવવાનું કાર્ય કરી રહ્યા છે. વાલી સમાજમાં શાળા પ્રત્યે પ્રેમ, શિક્ષકો માટે આદર અને બાળકો માટે વિશ્વાસનું વાતાવરણ સર્જવાનું કાર્ય કરવામાં અમે સફળ થઇ રહ્યા છીએ. નાના નાના આ બાળકો પોતાનું કાર્ય ચોક્કસાઇથી કરી રહ્યા છે.
સૌને દેખાય છે કે શાળામાં બાળકો સરસ કાર્ય કરી રહ્યા છે. પણ મને ખબર છે આ કાર્ય પાછળ ખરા હકદાર તો મારા શિક્ષકો છે. તેઓ સતત નવીન આયોજન કરે છે. પ્રવૃત્તિઓ કરે છે. મને ખબર છે કે તેમાં કેટલી મહેનત કરવી પડે છે. એમાં પણ દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોય ત્યારે. સમજવાની વાત છે મિત્રો આપણે સરકારી શાળામાં અનેક જવાબદારી નિભાવતા નિભાવતા સરસ કાર્ય કરવા માટે મથીએ જ છીએ.
પરીણામની ચિંતા નથી
કોઇ શું કહેશે તેની ચિંતા નથી.
પુરૂષાર્થમાં કોઇ કચાશ નથી.
આયોજનમાં ઉણપ નથી.
ઉત્સાહમાં ખોટ આવતી નથી.
નિરાશાનો ભાવ નથી.
આ તમામને કિનારે મુકીને આજે શાળામાં બાળકોને કલર કાર્ય કરાવવામાં આવ્યું. આપ સૌને ચિત્રો જોઇ લાગશે કે રંગ પૂરવામાં શુ નવાઇ ?
પણ જુઓ તેના માટે વર્ગ શિક્ષક દ્વારા કેટલું આયોજન કરવામાં આવેલ છે. પેપર તૈયાર કરવામાં આવ્યા. કલર લઇ આવવા. અને બાળકોને રંગ ભરવાનું કાર્ય કરાવવું. સાથે શૈક્ષણિક હેતુ તો છે કે ધોરણ ૧ ના બાળકો અંક ની ઓળખ મેળવે. ગણતરી કરતા થાય. આપેલ અંક પ્રમાણે વસ્તુ ગોઠવતા થાય, ચિત્રો દોરતા થાય. હવે તો આ લખોટી પણ ગણવા લાગ્યા છે. 
અમારું કાર્ય અમારા માટે મોટી સફળતા છે અમને ખુશી છે અમે બાળકોને તેમનું નિર્દોષ બાળપણ આપવામાં સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. શક્ય છે કે ક્યાંક કચાશ હશે. પણ પ્રયત્નોમાં થાકવાની અમને ટેવ નથી.
શિક્ષકોનો આભાર હું માનું એટલો ઓછો છે. તેમનો આભાર.
આપ સૌ સતત અમને પ્રોત્સાહન આપી રહ્યા છો તો આપનો આભાર....











Comments