જ્યાં કાર્ય કરવા મળે ત્યાં મજા છે
જ્યાં નવું શીખવા મળે ત્યાં મજા છે
જ્યાં મનગમતી પ્રવૃત્તિ કરવા મળે ત્યાં મજા છે
પોતાની વાત રજુ કરવાની તક મળે ત્યાં મજા છે
અને આ મજા છે અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં... હા મિત્રો ચોક્કસ જોઇને આપને પણ મજા આવશે...
આ મારી શાળા છે, અમારી શાળા છે.... પછી મજા તો આવે જ ને....!!!!!
ભણતરનો આનંદ તો ભણે એને પણ મળે અને ભણાવે એને પણ મળે, બસ બન્ને પક્ષે આદાન-પ્રદાનમાં સમાન ભાગીદારી હોય, બન્ને પક્ષે કાર્ય કરવાનો અને કરાવવાનો સમાન આનંદ હોય, જિજ્ઞાસા હોય. ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત અનેક કાર્યો વચ્ચે પણ બાળકો સાથે કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કદી આળસ જોવા મળી નથી. સદૈવ કાર્યશીલ રહેવાનું અમને ગમે છે. અમારા શિક્ષકો થાકતા નથી અને તે પણ ત્યારે જ્યારે વર્ગમાં સૌથી વધુ બાળકો સાથે કાર્ય કરવાનું હોય.
મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતા દરેક કાર્યક્રમ જો શૈક્ષણિક અભિવૃદ્ધિ માટે હોય તો અમરા શિક્ષકો તેમાં નવું શોધી લાવે છે અને કાર્યનો રોમાંચક બનાવે છે. આજે આપ સમક્ષ હું વાંચન પર્વ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિની વાત કરવા માંગું છું. અમારા શિક્ષકો પોતાને પ્રથમ સજ્જ બનાવે અને ત્યાર બાદ તેઓ બાળકો સમક્ષ ચોક્કસ આયોજનથી જાય અને ભણતરને રમત કરીને શીખવી શકે છે. આ કૌશલ્ય માટે તેમનો આભાર માનવો જ રહ્યો.
શાળાના શિક્ષક શ્રી અંકિત રાવલ દ્વારા આજે બાળકોને મિમિક્રી અને રોલ-પ્લેની પ્રવૃત્તિ કરાવવામાં આવી. ભાઇ મજ્જા પડી ગઇ હો... અવનવા જોક, રમજી કાર્યો, નાટક અરે શુ વાત કરે બાળકોને તો મજા પડી ગઇ. પરંતું આ પ્રવૃત્તિ ફક્ત મજા પાડવા માટે હોય તો એ ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ન જ થાય. દરેક પ્રવૃત્તિ પાછળ અધ્યયન નિષ્પત્તિ તો હોય જ છે. બાળક કોઇપણ કાર્ય દ્વારા શું શીખશે એ પહેલા નક્કિ કરવામાં આવે છે અને પછી તેમાં વિવિધ રંગ ભરીને તેને કરાવવામાં આવે છે.
પ્રથમ વર્ગમાં તમામ બાળકોને નકશા આપવામાં આવ્યા અને તેને ભરાવવામાં આવ્યા. બાળકોને તો કાર્ય કરવાનો આનંદ રહ્યો અને તેના આધારે નકશા વર્ણન કરવાનું તેઓ શીખી રહ્યા છે તેની સમજ પણ ન મળી અને શીખવા લાગ્યા. નકશાની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ તમામ બાળકનો મુક્ત સમય આપવાાં આવ્યો.. ગમે તેમ આનંદ કરો પણ આનંદ સૌને ગમે તેવો રહ્યો. મિમિક્રી કરાવવામાં આવી બાળકો નાટક કરવા લાગ્યા, પોતાના વિચારોને વ્યક્ત કરવા લાગ્યા સૌને આનંદ મળ્યા.
હવે સમય આવ્યો ઉજવણીનો... હા સાચી મજા તો સાથે કામ કરવાની છે અને સાથે જમવાની પણ...!!! બાળકો ઘરેથી લઇને આવેલ નાસ્તાના ડબ્બા ખુલ્યા પણ ક્યાં...? બગીચામાં. હા સૌ બાળકોને અંકિતભાઇ લઇને ગયા બગીચામાં. થોડી રમતો રમ્યા, છોડનો પરિચય મેળવ્યો અને સાથે જમ્યા...
મજા આવે જ ને ભાઇ કારણ એક જ દિવસમાં એક કરતાં વધારે વિષયનું શિક્ષણ મળે અને મજા પડે એ તો વાત જ અલગ...
હા આ તો માત્ર શરૂઆત છે અને મારી પાસે સમયનો પણ અભાવ છે. 53 શિક્ષકો છે અને 2300 થી વધારે બાળકો અને કરવામાં આવેલ અનેક પ્રવૃત્તિઓ.. ધીરે ધીરે નિયમિત આપ સૌ સુધી લઇ આવીશું. ચોક્કસ આપને ગમશે....
શાળાના શિક્ષક શ્રી અંકિત રાવલના આભાર સાથે....
ઇસનપુર પબ્લિક સ્કૂલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Comments
Post a Comment
Thanks A lots...