#વિશ્વાસ_સાથે_ચોક્કસ_આપણા_દિ વસો_આવશે_જ
ભણતા ભણતા રમીએ અને રમાતા રમતા ભણીએ તેવો વિચાર તો સરકારી શાળામાં જ શક્ય બને કારણ સરકારી શાળાના શિક્ષકને ખબર છે કે આવનાર ભવિષ્યનું ઘડતર કરવા માટે બાળક સુધી પહોંચવું જરૂરી છે. બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટેનું આયોજન અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે અને તેમાં સફળ પણ થઇ રહ્યા છે. શિક્ષક પોતાના વર્ગમાં બાળકો સાથે કાર્ય કરે છે. તે કાર્ય કરતા કરતા તે નવીન જ્ઞાનની સીમા બાળકો માટે ખોલી રહે છે.
આજે શાળામાં ગણિત વિષયનું શિક્ષણ આપવાનું કાર્ય સહજ અને સરળતાથી કરવામાં આવી રહ્યું છે. બાળક નો તો સહજ સ્વભાવ છે કે તેને રમવું ગમે છે,પોતાને મનગમતુ કરવામાં આનંદ આવે છે. તેવા કાર્યો કરવામાં અમારા શિક્ષકો ખુશીથી કાર્ય કરે છે.
આજે પ્રજ્ઞા વર્ગમાં આજે લંગડીની રમત રમાડવામાં આવી. છેલ્લા બે દિવસથી વિવિધ પેટર્ન દ્વારા અંકજ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવેલ. આ પ્રયાસને સફળ બનાવવા માટે અંક પરિચય થાય અને ક્રમિક સંખ્યા બાળક ખબર ન પડતા શીખે તેનું આયોજન કરીને તે પ્રમાણે રમત રમાડવાનું કાર્ય કરવામાં આવ્યું.
વર્ગમાં જ રાઉન્ડ બનાવીને તેમાં અંક લખવામાં આવ્યા. આ અંકો પ્રમાણે શરૂઆતમાં ક્રમિક અંકોમાં બાળકોને લઇ જવામાં આવ્યા. ત્યાર બાદ એકી સંખ્યામાં અને બેકી સંખ્યામાં ફેરવવામાં આવ્યા.બાળકોને તો એમ લાગે છે કે તે રમત રમે છે પરંતુ શિક્ષકને તેની સમજ છે કે આ રમત નથી તેના દ્વારા શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે.
ફરેખર આનંદની વાત છે કે અવિરત બાળકોને નવીન શીખવવા, શીખવેલા જ્ઞાનને પાકુ કરવા માટે નવીન પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાળકો પણ ખુશી ખુશી અભ્યાસ કરવા લાગે છે અને તેમને સમજ ન પડતાં તેઓ પોતાનો અભ્યાસ આગળ કરવા લાગે છે.
શિક્ષકોના આભાર સાથે
ઇસનપુર પબ્લિક સ્કૂલ














good...
ReplyDelete