#વિશ્વાસ_સાથે_ચોક્કસ_આપણા_દિવસો_આવશે_જ
કારણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવા સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ ની મહેનતને આજે #Zee_24_કલાક ની ટીમ દ્વારા કરવામાં આવેલ શાળા પ્રવૃત્તિઓને સમાજ સુધી લઇ જવા માટે પ્લેટફોર્મ આપ્યું. ચોક્કસ આપ સૌએ ટીવી પર તો જોયું જ હશે છતાં પણ હું આપ સમક્ષ તે વિડીયો મુકતા હર્ષની લાગણી અનુભવી રહ્યો છું.
શુભેચ્છાઓનો આ વરસાદ ....
અનરાધાર પ્રેમના આ સંદેશ...
અનેક મિત્રોના સ્ટેટસમાં અમારી શાળાની વાત...
પ્રશંસાનો આ વંટોળ...
કંઇ સામાન્ય તો નથી જ. કમાલનો પ્રેમ છે સૌનો એક સરકારી શાળા માટે. હા આજે 798 શુભકામનાઓ વ્યક્તિગત મને મળી. અમારે 53 શિક્ષકોનો પરિવાર દરેકને જો 100 શુભેચ્છા સંદેશ મળ્યા સમજુ અને 2314 બાળકોનો પરિવાર તેને એક એક સંદેશ પણ સમજુ તો... આકડો ક્યાંય જશે.
પરંતુ મને ખબર છે કે આ બધુ વધારે ગતિથી કાર્ય કરવા માટે છે.
આજે મને 22 વર્ષ જૂના બે મિત્રોએ #Zee_24_કલાક પર જોઇ નંબર મેળવી ફોન પર વાત કરી...
આનંદ પારાવાર છે,
ખુશીઓ અપાર છે,
સમર્થન હજારો છે પણ સાથે અપેક્ષાઓ લાખો છે, સપના અનેક છે, વિચારો અમાપ છે, કરવાના કાર્યો ગણી શકીએ એમ નથી.
અમારી આ સફરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના ચેરમેનશ્રી ધીરેન્દ્રસિંહ તોમર સર, શાસનાધિકારી શ્રી એલ.ડી. દેસાઇ સર, અમારા મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાન્તભાઇ ગામેતી સર, સુપરવાઇઝરશ્રી જયદેશ દૂબે સર, રાજેશભાઇ આંબલિયાર સરની સાથે ખાસ અમારા ઝોનના પૂર્વ મદદનીશ શાસનાધિકારી શ્રી પ્રજ્ઞાબેન પંડ્યા મેમ તથા સુપરવાઇઝર શ્રી નવનીતભાઇ અસારી સર અમારા માર્ગદર્શક રહ્યા છે.
મોંઘી ફીથી છૂટકારો.... સરકારી શાળા
ઉચ્ચ અભ્યાસ સાથે ભણેલ તાલીમ બધ્ધ શિક્ષકો... સરકારી શાળા
ભણાવવું શું તેની સમજ... સરકારી શાળા
અધ્યયન નિષપત્તિની સિદ્ધી... સરકારી શાળા
ખર્ચ વગરના પ્રોજેક્ટ... સરકારી શાળા
તમામ બાળકોને સમાન તક... સરકારી શાળા
વિચાર સાથેનું શિક્ષણ... સરકારી શળા
સ્કીલ ડેવલોપમેન્ટ... સરકારી શાળા
અને
સરકારી શાળા એટલે અમારી શાળા ઇસનપુર પબ્લિક સ્કૂલ અને તેના જેવી અનેક શાળા....
અમારો સ્ટાફ મોટો છે તો સૌના નામ અહીં મૂકી શકુ એમ નથી. પરંતું આજનો આનંદ તો મારા શિક્ષકોએ કરેલ અવિરત પરિશ્રમનો તો પરિપાક છે. શાળા, હા મારી શાળા આવું કહેનાર તમામ 53 શિક્ષકો આ ખુશીના ખરા દાવેદાર છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં વાવેલ બીજને ફળ આવવા વાગ્યા છે.
મિત્રો હમણાં મે કહેલું કે #Zee_24_કલાક દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવી. તેનું પ્રસારણ આજે #Zee_24_કલાક પર કરવામાં આવ્યું. આપ સૌ સાથે મે અને મારા પરિવારે આયોજન શેર કરેલ અને આપ સૌએ તે જોયું એટલું જ નહિ તેની ક્ષણો અમારી સાથે શેર કરી.
હા મિત્રો આજે અમે સૌ ખુશ છીએ. કારણ શાળાને વિકાસનો પાયો મજબુત થયો છે. પ્રજ્ઞા વર્ગો તૈયાર કર્યા, NMMS માં સૌથી વધુ પરીક્ષાર્થી અમારા, સુંદર બગીચાનું નિર્માણ કર્યું, નિયમિત અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા, સર્વે કરતા રહ્યા, વાલી સાથે સંવાદ કર્યો, વિસ્તારમાં એક સાથે ફરતા રહ્યાં, અંતિમ બાળકને શાળામાં લાવવા માટે પ્રયાસો કરતા રહ્યા.
અમે સમજીએ છીએ કે આજે થનાર પ્રશંસા અમારી જવાબદારી વધારી રહ્યું છે. નામાંકનની સાથે શૈક્ષણિક ગુણવત્તાનું કાર્ય મોટુ છે અને મારા તમામ શિક્ષકો આ કાર્ય કરવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે.
આપ સૌ જાણો છો સરકારી શાળમાં ક્લાર્ક હોય નહિ. તમામ કામ શિક્ષકોએ જ કરવાના. આ બધા કાર્ય કરતા કરતા તેમણે વર્ગનું કાર્ય કરવાનું. આ વર્ગ કાર્ય તેનું મુખ્ય કામ છે પણ ભણાવવામાં મજા આવે ને મુખ્ય શિક્ષક બોલાવે બોનાફાઇડ બનાવો, એલસીની અરજી આપો, શિષ્યવૃત્તિની ઓનલાઇન એન્ટ્રી કરો, પ્રોફાઇલ બનાવો...
મારૂ એમ માનવું છે તેની સાથે આફ સૌ પણ સહમત હશો કે શિક્ષકને વર્ગમાં રહેવાનો વધારેમાં વધારે સમય વર્ગમાં રહેવા મળે. એમ કરવા માટે અમે એક મોટુ કાર્ય કર્યું તમામ વહીવટનો કોમ્પ્યુટરાઇઝ કરેલ છે. કોઇપણ કાર્ય બસ એક ક્લિકથી પૂર્ણ કરી શકાય. સમયની બચત એટલી થઇ કે મજા આવી. મિત્રો શાળાનો સમય તો એ જ રહેશે પરંતું આ બધુ કાર્ય થવાથી અમે ભણાવવાનો સમય વધારી શક્યા.
બાળકોની સંખ્યા વધારે તો વિચાર કર્યો કે પ્રાર્થના એક સાથે થાય અને સમય બચે તો તમામ વર્ગમાં સ્પીકર લગાવ્યા. હજુ નવીન કાર્ય અમારા મનમાં છે અને તે કરવાનો નિર્ધાર અમારા સૌમાં પુરો છે. એક કમ્પાઉન્ડમાં બે શાળા ચાલે... એક જ ઓફિસ... કોઇ બબાલ નહિ, શાળા સમગ્ર ગ્રાન્ટનો સમજપૂર્વક ઉપયોગ કરીને અમે એક જ રહ્યા છીએ.
શાળાની પ્રવૃ્ત્તિને આપ સુધી લઇ આવવા માટે સ્વતંત્ર માસિક સામાયિકની શરૂઆત કરી. સાફલ્ય...એક સાકારિત સ્વપ્ન થી આપ સૌ પરિચિત જ છો. સ્વાર્થી વૃત્તિથી પરે થઇ અમે અમારી સાથે અનેક શાળાઓને પણ તેમાં સ્થાન આપવા પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. વિશ્વાસ સાથે હું કહી શકું એમ છું કે અમે તેમાં સફળ થઇ રહ્યા છીએ. સરકારી શાળા સતત સુંદર કાર્ય કરે છે. તેને સમાજ સુધી લઇ જવું જ જોઇએ. આપણે સૌ તેમાં સફળ થઇશું.
મિત્રો ખાસ તો અમારી પુરી ટીમ #Zee_24_કલાક નો આભાર માને છે. શ્રી અમિતભાઇ રાજપુત, અતુલભાઇ તિવારી અને તેમની ટીમનો આભાર માનવો ભૂલી શકાય એમ નથી.તેમને અમારી શાળાની મૂલાકાત કરી, અમારી વાતને સમજી અને અમારી વાતને સમાજ સુધી લઇ જવાનું માધ્યમ બન્યા. અમને સતત અવિરત માર્ગદર્શન આપનાર, અમારા તમામ પ્રયોગોને મંજૂરી આપીને પ્રોત્સાહિત કરનાર સોનો અમે આભાર માનીએ છીએ.
અમે સતત એવું માની રહ્યા છીએ કે કરીશું એટલું થશે. પડકારો લીધા અને તેને સફળતા સુધી લઇ જવા અવિરત પ્રયત્ન કર્યો અને પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રામાણિક પ્રયત્નો કરતા રહ્યા, કરી રહ્યા છીએ. અમને અનેક લોકોએ સહયોગ આપ્યો છે એવા તમામનો આભાર માનતા આનંદ થાય છે.
મિત્રો આ કોઇ સફતાની વાત નથી આ નવા કાર્યો કરવાની અમારા માટે પ્રેરણા છે.
અમારા ઉ્ચ્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલીયા, પરિવારના શિક્ષકો શ્રી ચંદુભાઇ પ્રજાપતિ, સમીર દેસાઇ, અશોક પંચાલ, યોગેશ કાપડિયા, રાજેન્દ્ર ખોખરિયા, વિક્રમસિંહ ઝાલા, હરેશ મોદી, પ્રકાશભાઇ ભિમાણી ખાસ અન્ય શિક્ષકો અને તમામ પરિવારની બહેનો કે જેઓ સતત તેમનું નામ ન લખવા મને જણાવે છે તે તમામનો આભાર માનું છું.
મને આજે ખરેખર આનંદ છે અને વધેલ જવાબદારીનું ભાન પણ છે. મિત્રો આપ સૌનું માર્ગદર્શન, સાથ, સહકાર અમને નવું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. હું આજે ફરીથી કહુ છું થાકીશું નહિ, અટકીશું નહિ.. નવા ઉત્સાહ સાથે ફરી કામે લાગીશુ અને અમારા કાર્યો આપ સુધી લઇ આવીશું.
youtube link... - https://youtu.be/KqXNSgk_gUY

આપ આ લિંક દ્વારા પણ જોઇ શકશો અથવા સીધુ આ સાથે સામેલ કરેલ વિડીયો પણ જોઇ શકશો. આપના માર્ગદર્શક સૂચનોનું સ્વાગત રહેશે. આપ અમારો સંપર્ક 7567853006 અથવા 8780468062 પર અથવા vaishwika@gmail.com પર કરી શકશો.
Aadrela stkaryo adhura raheta nathi
ReplyDeleteચોક્કસ સર... આપના આશીર્વાદ તથા સાથ રહેશે તો નવી પ્રેરણાથી આગળ વધીશું
Deletecongratulations
ReplyDeleteઆભાર, ચોક્કસ આપના શબ્દો અમારી પ્રેરણા બનશે.
Delete