મારા કામનો મને આનંદ

આનંદનું સર્જન તો વ્યક્તિના ભીતર થાય છે.
અનેક સમસ્યા વચ્ચે પણ આનંદ મળી શકે છે મેળવી શકાય છે.
સૌથી મોટો આનંદ કરેલ કામમાં સફળ થવાનો રહે છે.
કોઇ પણ મનુષ્ય પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહીને આનંદિત થઇ શકે જ નહિ.
આજે આપ સૌને હું એવા આનંદ, ખુશી સાથે મુલાકાત કરાવવા જઇ રહ્યો છું.
બાળકો કેટલા ખુશ છે પોતાના કાર્યથી... પરંતું તે પ્રસન્નતા પાછળ તો અમારા શિક્ષકોનો હાથ છે. આ ચિત્રો જોઇને ચોક્કસ મન પ્રસન્ન થાય તેમ છે.
સતત અવિરત બાળકો સાથે કાર્ય કરવાનો શિક્ષકને આનંદ હોય જ છે. 
બાળક સાથે બાળક બનીને, બાળકમય થઇને, તેના મનના ભાવને સમજીને કાર્ય કરવામાં મળતો આનંદ તો એ શિક્ષકને જ ખબર પડે.
સરકારી શાળાના શિક્ષણ વિશે નિત નવી નકારાત્મક વાતો સમાજમાં ફર્યા કરે છે તેની વચ્ચે અનેક શિક્ષકો પોતાના આત્મસંતોષ સાથે વર્ગમાં બાળકો સાથે કાર્ય કરે છે.
પ્રજ્ઞા વર્ગમાં કાર્ય કરતા શિક્ષકો થોડુ વધારે આયોજન કરીને પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે. પોતાના બાળકોને વર્ગમાં કાર્ય કરાવવા માટે કેટલા આયોજનની જરૂર હોય છે તેની જાણ તો જે તે શિક્ષકને જ હોય છે.
ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત પ્રજ્ઞા વર્ગમાં શિક્ષકો બાળકોને તેની સાથે બેસીને કાર્ય કરતા સતત જોવા મળે છે. તેનું પરીણા પણ દેખાય છે. શાળામાં બાળકોનો પ્રવેશ વધી રહ્યો છે.
હું સતત માનતો આવ્યો છું કે વિશ્વાસનું નિર્માણ કરવું પડે છે, 
નિર્માણ કર્યા પછી તેનું સંવર્ધન કરવું પડે છે.
સંવર્ધન કર્યા બાદ તેની સતત સંભાળ લેવી પડે છે.
અનેક વાલીઓએ અમારી શાળામાં વિશ્વાસ મૂક્યો છે. અમેને તેની ચિંતા છે અને તે માટે અમે સતત ચિંતન કરી રહ્યા છીએ. આ ચિંતનથી નિયમિત નવીન પ્રવૃત્તિઓ કરાવીને બાળકમય વાતાવરણનું શાળામાં સર્જન શક્ય બન્યું છે. કોઇપણ કાર્ય શરૂઆતે મુશ્કેલ લાગે છે. જ્યારે આયોજન કરી શકીએ તો એમ લાગે છે કે હા કરી શકાય એમ છે. આયોજન કર્યા પછી તે માટે ચોક્કસ દિશામાં પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવે તો કાર્ય કર્યોનો આનંદ રહે છે.
પ્રજ્ઞા વર્ગ અંતર્ગત અમારા શિક્ષકોએ આજે બાળકોને કલર આપીને તેમની નોંધપોથીમાં કલર કામ કરાવ્યું. આમ તો આ સામાન્ય વાત છે કારણ તે એમનું કામ છે અને કરવું એ ફરજ છે. પરંતુ સફળતાપૂર્વક કરવું તેનો આનંદ મળે છે. એક બે બાળકો કરે અને બાકીના બાળકો રહી જાય તો પરીણામની શક્યતા ઓછી રહે છે.
વર્ગના તમામ બાળકો સાથે કાર્ય કરવું અને કરવવું મારે મન સામાન્ય નથી. શિક્ષકના આભાર સાથે.








Comments

Post a Comment

Thanks A lots...