મને આવડશે જ...

શિક્ષણ તો સતત ચાલતી પ્રક્રિયા છે
શિક્ષણ તો જાત અનુભવથી મળે છે
વિચારોનું વાવેતર કરવાથી શિક્ષણ ના પાક તૈયાર થાય છે
અભ્યાસ કરવાથી તો શીખેલું યાદ રહે છે
સતત એક ને એક કાર્ય કરવાથી તો તે કાર્યમાં પારંગત થવાય છે.
ભૂલો થશે
સમસ્યા આવશે
સમય લાગશે
થાક લાગશે
કંટાળો આવશે
આ બધુ થયા પછી પણ જો પ્રયત્નો શરૂ રહેશે તો શિક્ષણ કેળવણીમાં અને કેળવણી ઘડતરમાં પરિવર્તન જરૂર પામે છે.
ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત બાળકોને ભણાવવા કરતા ભણતો કરવા માટે પ્રયત્ન કરે છે. અમારી પાસે એવા શિક્ષકો છે જે પોતાના કાર્યને ૧૦૦% શ્રેષ્ઠ કરવા માટે પ્રયત્ન કરે છે. બની શકે સફળતાનો ગ્રાફ એટલો ન હોઇ શકે જેટલો અપેક્ષિત હોય પરંતુ સમાજમાં સારા નાગરિકો નિર્માણ કરવાનું એકમાત્ર માધ્યમ શિક્ષણ જ છે તેની સમજ સાથે કાર્ય કરવાનો આનંદ છે.
ધોરણ ૧/૨ ના વર્ગોમાં શિક્ષકોની ક્ષમતા કરતા વધારે કાર્ય કરે છે. પોતાની સામે રહેલા બાળકોને નવું કાર્ય કરવા મળે તે માટે સતત તૈયાર રહે છે અને એ પણ તૈયારી કરીને.
આજે ધોરણ ૨ મા અંક સમજ ની કસોટી કરવામાં આવી. પણ બાળકને ખબર નથી કે તેની કસોટી થઇ રહી છે. તેને શીખવવાની સાથે કસોટી કરવાનું આયોજન કરવાની તૈયારી અદ્ભુત રહી.
બાળકોની સંખ્યા તો આપ સૌને ખબર જ છે કે વર્ગમાં ૬૦ બાળકો હોય. બધા બાળકો એક સાથે પ્રવૃત્તિ કરીને શીખે તે માટનું આયોજન કર્યું. સાધન સામગ્રી ભેગી કરી. બાળકોને ટાસ્ક આપવામાં આવ્યો. તમામ બાળકો જાતે પોત પોતાની ડેસ્ક લઇ ગોઠવાઇ ગયા. હવે એમને સમજ પડી જ ગઇ છે કે નવું કામ કરવાનું છે. જિજ્ઞાસા પણ રહે છે કે આજે શું નવું થશે. પેલી ટીવી આવે છે ને...!!! એમાં સિરિયલ આવે. જયા મજા પડે ત્યાં તો કહે વધુ આવતા અંકે... ને બીજા દિવસની રાહ હોય કે હવે શું થશે...? એ સમયે જાતે જ આપણે તૈયાર રહીએ. એવું જ વર્ગમાં થઇ રહ્યું છે.
બાળકોને મણકા આપ્યા. ખાલી કહ્યું જ કે અંકો બનાવો. પણ એકલા નહિ પોતાના મિત્રો સાથે રહીને બનાવો.

હવે મજા આવી કે મારી ટીમ પહેલા કાર્ય પૂર્ણ કરે. પણ પરીણામ એટલે તમામ ગૃપમાં કાર્ય તૈયાર. બધા નિર્માણ કરવા લાગ્યા અંકો. બાળકો સાથે સતત કાર્ય કરનાર શિક્ષકને ચોક્કસ અભિનંદન. બાળકોના વાલી ખુશ છે કે અમે અમારા બાળકોની શાળા પસંદ કરવામાં ભૂલ કરી નથી.  ખરેખર આ બાળકોને કાર્ય કરતા જોઇ એમ થાય છે કે દેશનું ભવિષ્ય ભણીને તૈયાર થશે.
આજે તો દેશ જ્યારે ચંદ્રયાન તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બાળકોની ગતિ પણ તેના જેવી જ લાગે છે. શિક્ષણની કક્ષામાં કેળવણીની ગતિ સફળતા તરફ આગળ વધી રહી છે. આ બાળકો ચોક્કસ સફળ જીવન જીવશે. કારણ શિક્ષણ જ જીવન વિકાસનો પાયો છે.
શિક્ષકોનો આભાર કે અનેક સમસ્યા વચ્ચે પણ પોતાનું કાર્ય કરવામાં થાકતા નથી.











Comments

Post a Comment

Thanks A lots...