સંજોગો પરિવર્તિત કરી શકાય છે,
સપનાઓ જોઇને વાસ્તવિક બનાવી શકાય છે,
અરમાનોમાં અનેક રંગો ભરી તેને સાકાર કરી શકાય છે,
વિચારોને વાચા આપી શકાય છે.... મિત્રો આ બધુ શક્ય છે પણ ત્યારે જ્યારે મને મારૂ કાર્ય કરવાનો આનંદ હોય. જીવનમાં મજા આવે તો દિવસ સફળ સમજવો. જ્યાં પોતાને આનંદ થાય તે દિવસ ખુશીનો સમજવો.
ઇસનપુર પબ્લિક સ્કૂલ દ્વારા બાળ વિકાસ માટે અવિરત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ બાળકોને ચોક્કસ આનંદ આપે છે નવું કાર્ય કરવાનો પણ સાથે ખુશી આપે છે એ શિક્ષકોને કે જેઓ તે કાર્ય કરવા માટે શૈક્ષણિક આયોજન કરે છે.
ધોરણ 5, સૌની આપપાસ અંતર્ગત ભોલુની અજાયબ દુનિયા...
હા પ્રત્યેક બાળક પાસે પોતાની અલગ દુનિયા છે. મારી શાળામાં તો 2300 બાળકો અભ્યાસ કરે છે વિચારો કેટલી મોટી દુનિયા વસે છે. હા આ વિશ્વમાં અનેક સપના વસે છે ભવિષ્યના. આવા સપના અનેક પાસે હોય છે. સૌ સાકાર કરી શકે કે નહિ તેની મને સમજ નથી પણ હા, સપનઓ સાકાર કરવાના પ્ર.ત્નો અનેક સરકારી શાળામાં શિક્ષકો કરી રહ્યા છે. અમારા શિક્ષકો પણ બાળકો સાથે નવીન પ્રવૃત્તિ કરાવી રહ્યા છે.
કાર્ય જો મારૂ લાગ ેતો તેનો આનંદ ચોક્કસ મનને પ્રફુલ્લિત બનાવે છે. અંદર સુધી આનંદ આપે છે. બાળકોને ભણાવતા ભણાવતા તેમની અજાયબ દુનિયા જોવાનો શિક્ષકોનો આ વિચાર ચોક્કસ આપને જોવો ગમશે. જુઓ કેટલા સરસ રીતે તેમને પોતાની કલ્પનાને કાગળ પર ઉતારી છે.... બાળકોને મનગમતા પાંદડા દોરવા આપ્યાને અનેક કમાલનું સર્જન થયું. તેમના દ્વારા દોરવામાં આવેલ પ્રત્યેક ચિત્ર તેમને મનગમતા વિશ્વનું છે. અને એટલે તો તમામ ચિત્રો સુંદર લાગી રહ્યા છે. આ તો સરકારી શાળા મિત્રો, સૌ બાળકો પાસે રંગ હોય જ કેમ ? શિક્ષકો પણ અમારા આગળથી તૈયારી કરીને જ આવે. ઘરેથી વોટર કલર, કલર ટ્રે વગેરે સાથે તૈયાર હતા. પહેલા સૌ બાળકોને રંગ આપીને પાંદડાનો પરીચય કરાવવામાં આવ્યો. તેના ઔષધિય ઉપયોગ સમજાવવામાં આવ્યા. શિક્ષણનું કાર્ય કરવાની સાથે મજા કરાવવામાં આવી.
મસ્તીખોર એવા ધોરણ 5 ના અમારા નટખટ બાળકોને ક્યારેક તો સંભાળવા માટે મુશ્કેલી થાય છે. તેવા તમામ બાળકો આજે લાઇનમાં ગોઠવાઇ ગયા અને પોતાની દુનિયાનું સર્જન કરવા લાગ્યા.
સાથે ગત માસ માં સૌથી વધુ હાજરી ધરાવનાર બાળકોને શિક્ષકો દ્વારા ઇનામ આપવામાં આવ્યા. બાળકોની હાજરીમાં વધારો થઇ રહ્યો છે. ચોક્કસ કેટલાક બાળકો અનિયામિત હતા પરંતુ શિક્ષકોના આવા પ્રયત્નો ચોક્કસ નવું અને સારૂ પરીણામ લઇ આવશે.
શિક્ષકોના આભાર સાથે
ઇસનપુર પબ્લિક સ્કૂલ











Comments
Post a Comment
Thanks A lots...