ઇસનપુર પબ્લિક સ્કૂલ અવિરત બાળપ્રવૃત્તિ આયોજનપૂર્વક કરીને શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવાનો અવિરત પ્રયત્ન કરે જ છે. અમારા આ પ્રયત્નો નાના હોઇ શકે પરંતુ તેનું પરીણામ મોટું આવી રહ્યું છે.
ગઈકાલે આપ સમક્ષ પેટર્ન અંતર્ગત વનસ્પતિના પર્ણનો ઉપયોગ કરેલ પ્રવૃત્તિ શેર કરેલ. તેની આગળ વધીને આજે તેને શિક્ષણ તરફ લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
જુદી જુદી વસ્તુઓ, દીવાસળીની સળી, રીંગ, વિવિધ મણકા વગેરેનો ઉપયોગ કરીને અલગ અલગ પેટર્ન બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું. બાળકો જાતે અગલ કાર્ય કરતા જોવા મળશે. પોતાની આગવી સુઝ દ્વારા નવું કાર્ય કરવામાં આવ્યું. બાળકોને તો પ્રવૃત્તિનો આનંદ હતો, એમને તો મજા આવતી હતી પરંતુ શિક્ષકોને સમજ છે કે આ ફક્ત પ્રવૃત્તિ નથી. કોઇ આનંદ માટે નથી પરંતુ તેની પાછળ શૈક્ષણિક કાર્ય કરવાનું આયોજન છે.
આમ જ્યારે બાળકો સરળતાથી પેટર્ન કરતા થયા ત્યારે તેમને વિવિધ અંક કાર્ડ આપવામાં આવ્યા. કાર્ડનો ઉપયોગ કરીને બાળકો શૈક્ષણિક કાર્ય કરતા જોવા મળ્યા.
આ દ્વારા બાળકો એકી-બેકી અંક શીખી રહ્યા છે અને તેમને ખબર પણ નથી. આગળ પાછળના સંખ્યા, ક્રમિક સંખ્યા, નાની મોટી સંખ્યા શીખવા લાગ્યા છે. ચોક્કસ આ આંગળના સમયમાં તેમનું ગણિત વિષયનું ભારણ ઓછું કરશે. પ્રવૃત્તિ દ્વારા જ્યારે બાળક કોઇ વિષય શીખે છે તો તેને લાંબો સમય યાદ રહે છે. જીવન વિકાસની આ યાત્રા તેમના માટે નાની સફર છે પરંતુ ઘણી અગત્યની છે. અમારા શિક્ષકો સતત નવીન કાર્ય કરીને તેમને સફળ બનાવવા પ્રયત્નો કરે છે. તેમના આયોજનને બિરદાવવા મારી પાસે શબ્દો નથી. ખાસ વાત તો એ છે કે એ કાર્ય ચોક્કસ આયોજન પ્રમાણે કરે છે. તેમનું આયોજન સફળ થશે જ તેનો મને વિશ્વાસ છે.
મિત્રો સહજ ૫૩ બાળકોથી શરૂ થયેલ આ શાળા ૪ વર્ષ પછી ૫૩ શિક્ષકોની શાળા બની છે અને સાથે એ તો ખરૂં જ કે ૧૧ શિક્ષકો અમારી પાસે ઓછા છે. જેટલા બાળકોએ શાળા શરૂ કરી એ કરતા વધારે બાળકો તો આજે એક એક વર્ગમાં અભ્યાસ કરે છે. આ બધુ કરી શક્યા છીએ કારણ અમારી પાસે મજબૂત અને સમર્પિત શિક્ષકોની ટીમ છે.
થોડા સમયમાં શાળાનું નવું સ્વરૂપ લઇને આપ સમક્ષ આવીશ. આટલુ કર્યા પછી પણ સંતોષ નથી કારણ અમે તો ખૂબ મોટા સપના લઇને ચાલવા લાગ્યા છીએ.... સફળ પણ થઇશું જ...






















Comments
Post a Comment
Thanks A lots...