મને આવડશે ટીચર... બસ એકવાર મને જાતે કરવા દો....

#વિશ્વાસ_સાથે_ચોક્કસ_આપણા_દિવસો_આવશે_જ

આજે હું આપની મૂલાકાત અમારા નાના બાળ કલાકારો સાથે કરાવવા જઇ રહ્યો છું કે જેમના હાથ નાના છે પણ તેમના મનમાં કાર્ય કરવાનો ભાવ વધારે છે. પ્રત્યેક બાળક પોતાના કાર્યમાં વ્યસ્ત અને મસ્ત લાગે છે. બાળપણનો આ આનંદ તેમના જીવનમાં નવો પ્રાણ અને ઉત્સાહ ભરી રહ્યો છે. તે પોતાનું બાળપણ અમારી શાળામાં આવીને જીવી રહ્યા છે.

સાથે મુલાકાત કરાવવા જઇ રહ્યો છું એવા શિક્ષકોનો કે જે અનેક વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું કાર્ય અવિરત ઉત્સાહથી કરી રહ્યા છે.

આવા અનેક શિક્ષકો સતત અવિરત સરકારી શાળામાં શૈક્ષણિક કાર્યો કરાવી રહ્યા છે. કોઇપણ અપેક્ષા કે સ્વાર્થ વગર. કદાચ આજે સમાજને શિક્ષકોનો પગાર દેખાય છે પરંતું અનેક શાળા અને અનેક શિક્ષકો કોઇપણ વિચારને મનમાં લાવ્યા વગર શાળામાં કાર્ય કરી રહ્યા છે. 

પ્રેરણા અને ઉત્સાહનું ભાવાવરણ જો વ્યક્તિના ભીતર વસેલુ રહે તો ચોક્કસ હુ કહી શકું કે તેનુ પરીણામ આસપાસના વિસ્તારમાં તે વ્યક્તિ પોતાના વિચારો પ્રમાણેના વિશ્વનું સર્જન કરી શકે છે. શિક્ષક એ સતત સદીઓથી પ્રેરણા આપી રહ્યો છે કારણ કે તેની ભીતરમાં રાષ્ટ્રનિર્માણ માટેનો ઉત્સાહ અવિરત રહે છે. શિક્ષકને કોઇ દેશ, ભાષા, વિસ્તાર, ભૌગોલિક પરિસ્થિતિ સાથે કોઇ લેવડ દેવડ હોતી જ નથી. તેના મનમાં તો અવિરત એવા જ વિચારો રહે છે કે જેનાથી તે તેની સામે બેસેલ બાળક એ ભવિષ્યનો નાગરિક છે. આપણા ઋષિઓ એક શિક્ષક રહીને 70000 થી વધારે શિષ્યોને કેળવવાનું કાર્ય કરતા હતા. તેમને સમાજ સતત સાથ આપતો રહ્યો છે, સાથની સાથે તેમને સન્માન પણ આપી રહ્યો છે. આજે પણ એ જ સમાજ છે જે સમગ્ર શિક્ષક સમાજને સન્માન આપે છે પરંતુ.... હા મિત્રો પરંતુ આજે હરિફાઇનો યુગગ છે. પૈસો જ સૌને ભેગો કરવો છે અને આ જ ધૂનમાં પોતાના સંતાનને સારો નાગરિક બનાવવાનો વિચાર સારી નોકરી મેળવવાના વિચાર સાથે યુદ્ધ કરી રહ્યો હોય એમ લાગે છે. ક્યારેક આ વિત્ત ભેગું કરવાની વૃત્તિ માણસને માનવતાથી વિમુખ બનાવી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. હા આ મારો અંગત વિચાર હોઇ શકે. 
પણ ઇસનપુર પબ્લિક સ્કૂલ અને અમારા શિક્ષકોની સમગ્ર ટીમ એક અવાજે એક વિચારે પોતાની સામે આવનાર વિદ્યાર્થીઓને નવી દિશામાં તૈયાર કરવાનું કાર્ય કરી રહ્યા છે. નાના નાના આ બાળકો કે જેને ખબર જ નથી કે એનું આગળનું વિશ્વ ક્યાં હશે, કેવું હશે, કઇ દિશામાં જઇ રહ્યું છે. પણ તેની સમજ ચોક્કસ અનેક શિક્ષકોને છે. અમારા શિક્ષકો પણ આ વાતને બરાબર સમજે છે.

અમારા શિક્ષકોને સંપૂર્ણ સમજ છે કે શાળામાં આવાતા 2400 જેટલા બાળકોને તો ભલે પોતાના ભવિષ્યની સમજ નથી પરંતું તેના વાલીને પણ ખબર નથી કે તે બાળકને શાળાએ કેમ મોકલી રહ્યા છે. શિક્ષકો સતત પ્રયત્ન કરી રહ્યા છે કે આ બાળકો નિયમિત થાય, શાળામાં ઘર કરતાં વધારે આનંદ આવે, શાળા એને પોતાનું ઘર લાગે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. સાથે આ બાળકો ભણશે પણ પહેલા એમને શાળામાં આવવુ ગમે. દરેક પ્રવૃત્તિ પાછળ શિક્ષકો ચોક્કસ વિચાર કરે છે, આયોજન કરે છે, વસ્તુઓ ભેગી કરે છે, બાળકોને તેની સમજ આપે છે. વાગી ન જાય, સર્જનનો આનંદ રહે અને સાથે અભ્યાસનું કાર્ય પણ થઇ શકે.

આજે નાના બાળકો સાથે કાગળ કામ કરાવવાનું કાર્ય કરાવવામાં આવ્યું.
રંગીન કાગળ લાવવા, તેમાંથી શું બનાવી શકાય તેનો પ્રથમ વિચાર કરવો.

અને પ્રત્યેક બાળક પ્રવૃત્તિમાં જોડાય એટલું જ નહિ પણ પ્રત્યેક બાળક કાર્ય કરે તેનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. મિત્રો કલ્પના કરી જુઓ કે અનેક શાળાઓમાં 35 જેટલા બાળકો સાથે શિક્ષક કાર્ય કરે અને મારા શિક્ષકો 60 બાળકો સાથે કાર્ય કરે એ પણ કોઇ ફરિયાદ વગર સંપૂર્ણ આનંદ સાથે.

અમારા બાળકોના આ પ્રયાસો જુઓ આપને ચોક્કસ આનંદ થશે.
આપ અમારા પ્રયત્નો માટે આપના વિચારો ચોક્કસ આપશો એવી આશા સાથે...
અમારો વિષય સમાજમાં શૈક્ષણિક વિચારને લઇ જવાનો છે.

આપ આપની શાળાની વિશેષ પ્રવૃત્તિને અમારી સાથે ચોક્કસ શેર કરશો અમે અમારા માસિક સામાયિક #સાફલ્ય_એક_સાકારિત_સ્વપ્ન માં સામેલ કરીશું.

#IsanpurPublicSchool

સંપર્ક સુત્રો - 7567853006, Emai Id - vaishwika@gmail.com












Comments