વર્ષાની હેલી
અવિરત વરસાદનું આ સૌંદર્ય અમારી શાળામાં ખુલ્લું જણાય છે
છેલ્લા બે ત્રણ વર્ષથી સતત પરિશ્રમ કરી રહ્યા છે તેનું પરીણામ આજે ઇશ્વરે આપેલ અનરાધાર પ્રેમથી સોળે કળાએ ખિલી રહ્યું છે. કેટલો પરિશ્રમ કરતા હતા પરીવારના તમામ શિક્ષકો અને આજે સૌ ખુશ હશે. આજે અમારી શાળામાં વાવેલ છોડ એટલા સુંદર લાગી રહ્યા છે કે તેની કલ્પના આજે કરવા મારા માટે મુશ્કેલ છે. ખર્ચ કરીને વાવેલ છોડ આજે મોટા થઇ ગયા છે. વેલ ખિલી રહી છે.
આજે મનમાં આનંદ છે અને એ પણ પ્રસન્નતા સાથે
થોડાક ફોટો આપ સૌ સાથે શેર કરતા આનંદ થઇ રહ્યો છે
જ્યારે આ વેલ સંપૂર્ણ થઇ જશે ત્યારે કેટલો સુંદર નજારો લાગશે તે વિચારીને આનંદ થાય છે
બાળકોને ગમે તેવી
સૌને સારી લાગે તેવી
પ્રાકૃતિક વાતાવરણ વાળી શાળા નિર્માણ કરવાનું સ્વપ્ન સાકારિત થઇ રહ્યું છે
અમારા અનેક સપના સાફલ્ય તરફ આગળ વધી રહ્યા છે
ખુબ આનંદ છે આ સર્જનનો અમને
કુદરત આજે મહેરબાન થઇ છે અમે રોપેલા એક એક છોડ આજે રંગીન અને હસતા જણાય છે
મિત્રો અમે આ છોડની જેમ રાષ્ટ્રના ભવિષ્યનું વાવેતર પણ કરી રહ્યા છીએ. શાળાના વિકાસ માટે અનેકનું યોગદાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શરૂ કરાયેલ શાળા આજે વટવૃક્ષ બની રહી છે. અનેક બાળકો આજે અમારી શાળામાં પોતાના ભવિષ્યને સજાવી રહ્યા છે. અમારા તમામ શિક્ષકોને તેમના સપના ખબર છે. તે સપના સજાવવાની સંપૂર્ણ સમજ અમારા શિક્ષકો મા છે. કેટકેટલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ક્યારેક રમતનો આનંદ આપી રહ્યા છે તો ક્યારેક પ્રવૃત્તિનો આનંદ આપી રહ્યા છે. અમે આ પથમાં ચોક્કસ વિચાર અને આયોજનથી આગળ વધી રહ્યા છીએ તેનો આનંદ સતત રહેશે....

Comments
Post a Comment
Thanks A lots...