બાળપણ આ જ ને...

બાળપણ આ જ ને...

#વિશ્વાસ_સાથે_આપણા_દિવસો_આવશે_જ

મેને આમ ન પુરો વર્ગખંડની ચાર દિવાલોમાં
મારૂ મન તો બહાર રમે છે
પેલી બારીમાંથી દેખાતા વૃક્ષના પાંદડામાં...
મને તો આનંદ આવે છે બહાર પક્ષીઓનો અવાજ સાંભળવામાં...
5-6 વર્ષનું આ બાળક સતત પાંચ છ કલાક કેમ કરી ચૂપચાપ બેસીને વર્ગમાં શિક્ષકને સહન કરી શકે...?
કેમ કરી એને વર્ગમાં રોકી શકે  ?
એને તો રમવું છે, નાચવું છે, ગીત ગાવા છે, ટીવી જોવી છે, મસ્તી કરવી છે....
ક્યાં પહેરાવવો એને ગણવેશ... અને કેમ પહેરાવવો... એને તો હમણાં લાવેલા નવા કપડા પહેરી વટ પાડવો છે... મિત્રો સાથે લડાઇ કરવી છે, સ્પર્ધા કરવી છે.
પણ અમારા શિક્ષકોને ખબર છે આ ચંચળને વર્ગમાં બાંધી ન રખાય.. એ આખો દિવસ વર્ગમાં બેસી જ ન શકે... તો અરે શું તો, એક અવાજ લગાવ્યો બાળકો... ચાલો હવે તમને રમવા લઇ જઉ, શિક્ષકનો અવાજ પૂર્ણ થાય એ પહેલા તો અડધા બહાર, જાણે આજે 15 ઓગસ્ટ હોય અને એ પણ 1947 ની... સૌ બહાર
કોને ખબર કોની સ્કૂલ બેગ ક્યાં ને કેમ શોધું મારા ચપ્પલ... ભલે પડી રહ્યું બધું એમ ને એમ, બસ મને પહેલો બહાર જવું છે. સૌથી પહેલા આવવું છે.
પણ એમના આ ચહેરા જોઇને તો એમ લાગે કે મજા પડી ગઇ છે. આનંદિત છે, ખુશ છે. ખુલલુ ગગન મળ્યું છે. રમવાનો આનંદ તો 60 વર્ષની ઉંમરે પણ મજા આવે અને આની ઉંમરમાં તો એક મીંડું ઓછુ છે.
મિત્રો આપણી પાસે નિત આવા અનેક માસુમો અનેક અરમાન લઇ આવે છે એને ખબર નથી કે એને ક્યાં જવાનું છે પણ મને ખબર છે મારે એમને ક્યાં લઇ જવા છે...
મારા શિક્ષકો જાણે છે એમને આમ કલાકો બેસાડી નથી રાખવા અને તેમને બહાર લઇ જાય, રમાડે, તેમની સાથે વાતો કરે, મસ્તી કરે...
મનથી શિક્ષકોના આભાર સાથે... ઇસનપુર પબ્લિક સ્કૂલ








Comments