ગુરૂ ગોવિંદસિંહ
જન્મ જયંતિ - 05 જાન્યુઆરી 1666
નિર્વાણદિન - 07 ઓક્ટોબર 1708
નિર્વાણ સ્થળ - હજુર લાહિબ, નાંદેડ
પિતાનું નામ - તેગબહાદૂર ( શીખ ધર્મના નવમા ગુરૂ )
માતાનું નામ - માતા ગુજરી
પત્ની- માતા જીતો, માતા સુંદરી અને માતા સાહિબ
સંતાન- અજીતસિંહ,
જીઇહારસિંહ, જોરાવરસિંહ, ફતેહસિંહ
જન્મથી જ પ્રેરણા અને શક્તિ જેને
વારસામાં મળી છે. વીરતાનો પર્યાય, સંસ્કૃતિ બચાવવા ફક્ત પોતાની જાતને જ નહિ પરતું પોતાના
સમગ્ર પરીવારનું બલિદાન આપનાર, અનેક વાર મુઘલ સલ્તનત સામે યુદ્ધો કરીને વિજય
મેળવનાર એવા શીખ ધર્મના દસમા ધર્મગુરૂને મળીને ચોક્કસ આનંદ થશે તેનો મને સંપૂર્ણ
વિશ્વાસ અને શ્રદ્ધા છે. આપ સમક્ષ એક અતિ મહત્વનું જીવન ચરિત્ર મૂકતાં આનંદની
અનુભૂતિ થાય તે સહજ અને સામાન્ય છે. તો ચાલો આપણે એક નજર કરીએ ગુરુ ગોવિંદસિંહના
જીવન કવન પર....
જ્યાં બાળકને માંડ બોલતા-ચાલતા કે
કંઇ સમજવાની શક્તિ અને બુદ્ધિ આવે એવી નવ વર્ષની ઉંમરે પોતાના પિતાની છત્રછાયા
ગુમાવનાર બાળકના મનની સ્થિતિની કલ્પના કરી શકાય એમ છે. પિતા તેગબહાદૂરે ઇસ્લામ
ધર્મ ન સ્વીકારતાં મૃત્યુને વહાલું કર્યું. પિતાનું બલિદાન અને સાથે શીખ ધર્મને
મુસ્લિમ ધર્મથી રક્ષણ આપવાની જવાબદારી બાળપણથી જ મળી. કોઇ પણ વ્યક્તિ તૂટી જાય,
સંતાઇ જાય, ભાગી જાય પણ ભાગે તો એ વીરતા લાજે... નવ વર્ષની ઉંમરે જ શીખધર્મનુ
રક્ષણ, અનેક અનુયાયીને માર્ગદર્શન આપવાનુ તથા મુસ્લિમ બાદશાહોથી ડરેલા અને ભયભીત
થયેલા હિન્દુ રાજાઓની ઢાલ બનવાનું ભગીરથ કાર્ય સુપેરે પાર પાડનાર આ વીરને માટે
નમસ્કાર શબ્દ પણ નાનો લાગે છે.
સ્વાર્થમાં જીવી રહેલા રાજોઓને પોતાની
મૈત્રી દ્વારા નમાવી દીધા અને સંસ્કૃતિના રક્ષણ માટે તૈયાર કર્યા. મુસ્લિમ શાસકોની
પાસે લશ્કરની શક્તિ અને અલગ-અલગ જીવતા આપણા હિન્દુ રાજાઓ... આજે પણ આપણે એક થઇ
શક્યા નથી. ના ધર્મ માટે ના દેશ માટે ના પોતાના જીવન વિકાસ માટે.. તો એ સમયે આ
રાજાઓને સમજાવવા કેટલું મુશ્કેસ કાર્ય હશે તેની કલ્પના કરી શકાય એમ છે. પણ જો
પોતાના કાર્યમાં સમાજનુ હીત હોય તો મદદ મળે જ છે હજારો લોકો તેમની પાસે આવતા અને
જીવનનું માર્ગદર્શન મેળવતા. પરંતુ ગોવિંદસિંહને સમજ હતી કે મુસ્લિમો સામે ટકી
રહેવા માટે લશ્કરની સાથે હથિયાર ( શસ્ત્રો )ની પણ જરૂર છે આથી પોતાને મળવા આવતા
દરેક પાસે એક શસ્ત્ર મંગવતા અને આમ કરી શસ્ત્રોનો ભંડાર ભેગો કર્યો.
ઓરંગઝેબે પોતાના સુબા મિયાંખાનને પંજાબ અને કાશ્મીરમાં નજરાણું
લેવા મોકલ્યો. મિયાખાને પોતાના સેનાપતિ અલીફખાનને મોકલ્યો અને રાજા ભીમચંદની મદદ
કરીને ગોવિંદસિંહજીએ પોતાના લશ્કર સાથે યુદ્ધ લડ્યા અને મુઘલોને રણમેદાન છોડી
ભગાવેલા. હાર સહન ન થતાં ઔરંગઝેબે પોતાના બીજા સુબા દિલાવરખાનને ફરી મોકલ્યો.
દિલાવરખાને 11000 સૈન્યને ગુરૂને આનંદપુરથી કાઢી મૂકવા આદેશ કરેલા. સતલજ નદી
કિનારે થયેલા આ યુદ્ધમાં પણ ગુરૂની જીતે ઔરંગઝેબને પરેશન કરી મૂકેલો. ત્યાર બાદ
હુસેનખાન 22000 સૈનિકો લઇ યુદ્ધ માટે આવ્યો. તેને વિસ્તારમાં લૂટ કરી લોકોને હેરાન
કર્યા. પોતાની પાસે સૈન્ય ઓછું હોવાથી હિન્દુ રાજા ભેગા કરીને ગુલટના રાજા ગોપાળની
આગેવાનીમાં મોઘલ લશ્કરને ફરી હંફાવ્યું. કલ્પના કરી શકાય કે ઓછા સૈન્ય સાથે ત્રણ
ત્રણ વાર મોઘલ સલ્તનતને હલાવી દેવાવાળા ગુરૂની શક્તિ કરતાં ધર્મનું રક્ષણ કરવાની
તેમની નેમ કેટલી મજબૂત હશે...
થાકીને ઔરંગઝેબે રાજકુમાર
મુઅજ્જરને મોટા લશ્કર સાથે દિલ્લીથી મોકલ્યો અને એ પણ ગોવિંદસિંહને હરાવવાના સપના
સાથે. પોતાનુ લશ્કર નાનું તો બુદ્ધિથી કાર્ય કર્યું. કિલ્લાના દરવાજા બંધ કરી
રક્ષણાત્મક યુદ્ધ શરૂ કર્યું. તેમને પોતાની કુશળતા સાથે મોઘલ સૈન્ય પર રાતના
સમયમાં હુમલા કરીને સૈકડો સૈનિકોને સૂતેલા જ મારી નાખ્યા. વિજયશ્રી ફરી ગુરૂના
સાથે રહી.
આટલુ મોટુ કાર્ય કરવા માટે માણસો તૈયાર
કરવાના અને સમયાંતરે તેમની પરીક્ષા પણ લેવાની. વૈશાખ મહિનાની પૂનમે તેમને હજારો
અનુયાયીઓને ભેગા કરેલા અને કહેલુ કે સંસ્કૃતિ માટે બલિદાન આપવાનો દિવસ આવ્યો છે.
પોતે તલવાર લઇ સામે ઉભા છે. આંખો લાલ દેખાય છે અને કહે કે જે ઇશ્વરના ખોળામાં પોતાનું
માથું મૂકવાની તૈયારી હોય તે આવી જાય. તે સમયે લાહોરના દયારામ, દિલ્હીના ધરમદાસ,
દ્વારકાના મોહકમચેદ, બીદરના સાહબચંદ અને હિંમતરાય આગળ આવ્યા. તમામને એક પછી એક
તંબુમાં લઇ જતા અને પરત ફરતા લોહીથી લતપત તલવાર લઇ આવતા જોઇને કોઇપણ ગભરાઇ જાય.
કેટલાક તો ભાગી ગયેલા. અંતે તેમને કહ્યું મે કોઇને માર્યા નથી અંદર બકરાને
મારવામાં આવ્યા છે. પરંતું સંસ્કૃતિના રક્ષણ માટે આગળ આવેલ આ પાંચ ભાઇઓને
પંચપ્યારે નામ આપ્યું. અને તેમના પાછળ સિંહ લગાડવામાં આવ્યું. ભાગી ગયા એ મનસુખ
સામે બેસી રહ્યા એમને સનમુખ એવા નામ આપ્યા આ સમયે 20000 અનુયાયી બન્યા.
આ સમાચાર સાંભળી ગભરાયેલા ઔરંગઝેબે
એક લાખ સૈન્ય મોકલીને ગુરૂના નામ નિશાન મિટાવવા પ્રયત્ન કર્યો. ઔરંગઝેબે કુપ્રચાર
કર્યો કે ગુરૂ મુસલમાન હિન્દુને ખતમ કરવા માંગે છે. અને આ જાળમાં હિન્દુ રાજા
ફસાયા. સૈન્ય કિલ્લાની ચારે બાજુ ગોઠવાયું. સવા લાખસે મૈં એક લડાઉ, કબ ગોવિંદસિંહ નામ કહાઉ કહી સૌમાં જોશ ભર્યો. પોતે સારા તીરંદાજ હતા નિશાન ખાલી જાય નહિ.
પરંતું ઓછા સૈન્ય વડે ક્યાં લડી શકાય.... કિલ્લામાં જમવાનો પુરવઠો ખૂટ્યો. ઝાડની
છાલને પીસીને લોટ બનાવી તેના રોટલા ખાતા. આપણી કલ્પના પણ ન પહોચી શકે તેવા મુશ્કેલ
સમયમાંથી પસાર થયા છે. કેટલાકને પરત જવા દીધા. ગુરુના માતા અને બે નાના સંતાનોને
બહાર મોકલી દીધા.
અસહ્ય તો ત્યારે થાય કે ગુરૂના બે પુત્રો
અજીતસિંહ અને જોરાવસિંહ બન્ને બહાર લડવા ગયા અને જંગ ખેલ્યો. બંદૂક સામે ક્યાં
સુધી ટકી શકાય બન્ને પુત્રોએ ધર્મ અને માત્રુભૂમિ માટે બલિદાન આપ્યા. ગૂરૂના ઉદગાર
પણ હિંમતવાળા જ રહ્યા કે પુત્ર હો તો આવા હોજો..... દેશ અને ધર્મના નામને ઉજાળ્યું....
પુત્રોના બલિદાન પછી પોતે યુદ્ધ માટે જતા ત્યાં અનુયાયીઓએ ધર્મના રક્ષણની વાત કહી
રોકી લીધા. આગ્રહને વશ થઇ બે સાથી સાથે માળવા તરફ આગળ વધ્યા. આજે પણ એ વન અને
ઝાડીમાં ઝંડા સાહેબ અને ઝાડી સાહબની ગુરૂદ્વારા તેમના નિવાસ સ્થાનની સ્મૃતિ છે.
બીજી તરફ બ્રાહ્મણ ગંગુ સાથે ગયેલા તેમના બન્ને પુત્રો ગંગુના દગાથી પકડાયા.
બન્નેને અનેક પ્રલોભનો આપ્યા, ભય બતાવ્યો પણ સંતાન ગોવિંદસિંહના ક્યાંથી પાછા વળે.
બન્નેને જીવતા દિવારમાં ચણવામાં આવ્યા પણ તેમના મુખ પર જરાય ભય ન હતો.
ઔરંગઝેબના મરણ બાદ મોહમમ આઝમે એક
ભાઇ બહાદૂરશાહ અફઘાનિસ્તાનમાં છે એમ કરી સત્તા પોતાના હાથમાં લીધી. બહાદૂરશાહ
ગુરૂના પરાક્રમ જાણતો હતો. તેની સાથે હિન્દુઓની મદદ કરવા તથા તેમના પર અત્યાચાર
થતા દૂર કરવા માટે વચન લઇ બાદશાહ બનવામાં મદદ કરી. બહાદૂરશાહે આગ્રામાં તેમનું ખુબ
સન્માન કર્યું. તેમની મિત્રતાના દુશ્મનો પણ ઘણા હતા. લોકોએ તેમનામાં મતભેદ ઉભા
કરવાના કાવતરા કર્યા. ત્યાંથી છૂટા થઇ તેઓ
નાંદેડમાં રહ્યા. શિકારઘાટ, નગીનાઘાટ, સંગત સાફળમાં તેમની સ્મૃતિ આજે પણ છે.
પંજાબમાં હિન્દુઓ પરના અત્યાચાર રોકવા માટે વિનોદસિંહ, કહાનસિંહ અ બાદસિંહને થોડા
સાથીદારો સાથે મોકલ્યા. બે મહિનામાં તેમને આ વિસ્તાર કબજે કર્યો.
ગુરૂએ ગુલખાન અને અતાઉલ્લાખાનને પોતાની
સાથે રાખેલા. સૂતા સમયે ગુલખાને ગુરૂને કટાર મારી. જાગીને તેમને કટાર કાઢીને
ગુલખાનને મોત આપ્યું. ગુરૂને ટાંકા લઇ જખમ ઓછા કરાવનું કાર્ય કરવામાં આવ્યું.
બહાદૂરશાહે દગાથી તેમને ભારે વજનના તીર કમાન મોકલી આપ્યા. તેનો ઉપયોગ કરતા ગુરૂના
ઘામાંથી લોહી વહ્યું અને એ તેમના જીવનના અંતનું કારણ બન્યું. પરંતું તેમને જીવન
પર્યંત ધર્મ, માતૃભૂમિનું રક્ષણ કર્યું. આગળ ધર્મને સંભાળવા માટે કેટલાક
શિક્ષણસુત્રો આપ્યા.
v પરસ્પર ભાઇ સમાન રહેવું. અને પ્રેમથી સાથે ખાનપાન રાખવું.
v અંદર અંદર કલહ કંકાસ કરવો નહિ.
v ઘરમાં રહીને મરવા કરતાં સમરાંગણમાં યુદ્ધ કરીને મરવુ પસંદ કરજો.
v સત્યશ્રી અકાલ પુરૂષ, ગુરૂ ગ્રંથસાહેબ અને ગુરૂ ખાલસા ત્રણની ઉપાસના
અને સત્કાર કરવો.
v પાંચ કક્કા આપ્યા.
o કેશ ( કાપ્યા સિવાયના વાળ તેને માટે પાઘજી પહેરવી.
o કંધા – કાસકી
o કિરપાણ – તલવાર
o કચ્છેરા ( ટૂંકું આંતરવસ્ત્ર – મોટાભાગે સફેદ રંગનું હોય છે )
o કડા – હંમેશા શીખ ભાઇઓના કડા પર લોખંડનું કડું હોય છએ.
v હંમેશા સત્ય, મીઠુ બોલવું વધારાનું ભાષણ કરવું નહિ.
v ક્ષમા એ વીરનું આભૂષણ છે. બિનજરૂરી ક્રોધ કરવો નહિ.
v નામ પાછળ સિંહ રાખવું.
v નાહવા સિવાય માથું ઉઘાડુ રાખવું નહિ.
v જુગાર રમવો નહિ.
આમ આવા ગુરૂને નમન કરવા એ પણ ભક્તિ જ છે તેમના જીવનકવનને
આચરણમાં લાવી શકાય તો જીવન ચોક્કસ નવી દિશામાં સફળ વિકાસ કરી શકે. ગુરૂ
ગોવિંદસિંહને નમન.....
ડાઉનલોડ PDF


Comments
Post a Comment
Thanks A lots...