સ્વામી વિવેકાનંદ
જન્મજયંતિ - 12 જાન્યુઆરી 1863
નિર્વાણ દિન - 04 જુલાઇ 1902
માતા - ભુવનેશ્વરી દેવી
પિતા - વિશ્વનાથ દત્ત
જન્મસ્થળ - સિમુલિયા ( સિમલા ), કોલકત્તા
બાળપણના નામ - નરેન્દ્રનાથ, બિલે, વીરેશ્વર
ગુરૂ - રામકૃષ્ણ પરંમહંસ
જીવન કાર્ય - રામકૃષ્ણ મિશન
- 1893
માં વિશ્વધર્મ પરિષદમાં શ્રેષ્ઠ વક્તા
મારા જીવનના સૌથી વધુ પ્રિય મહાનુભાવોમાં
એકથી પાંચ ક્રમમાં આવે એમાંનુ એક એટલે સશક્ત, સમર્થ, સાર્થક, સાંસ્કૃતિક, સરળ,
પોતાના વ્યક્તિત્વ દ્વારા વિશ્વ આખા માં ભારતને બહુમાન અપાવનાર વિરલ વ્યક્તિત્વ
એટલે સ્વામી વિવેકાનંદ.
સ્વામી વિવેકાનંદનું જીવન આપ સાથે શેર
કરવાનો ઇરાદો નથી પણ તેમના વિચારો, મારા દેશ અને સંસ્કૃતિ માટે તેમને કરેલા
પ્રયત્નો અને તે પ્રયત્નો દ્વારા આજે પણ આપણને જે શક્તિ મળી રહી છે તે વાત કરવી
છે. સ્વામીજીએ જીવનભર અનેક સમસ્યાઓનો સામનો કર્યો, સામાન્યમાં સામાન્ય માણસો
પાસેથી પણ તેમને પોતા માટે બોધ લીધો, અભ્યાસ કર્યો, વાંચન કર્યું, ગરીબી જોઇ,
અનુભવી, દેશની સમસ્યાઓ જાણી આવા કેટલા કાર્યો કર્યા કે જેને કારણે આજે ભારતીય
હોવાનું ગૌરવ આપણે લઇ શકીએ છીએ. આપણે સૌ આપણા આવનાર ભવિષ્યને આ વિચારો, આ
વ્યક્તિત્વથી જોડી શકીશું તો દેશની અનેક સમસ્યાનું સમાધાન અને નિવારણ કરી શકીશું.
અધ્યાત્મનો આંધળો વિશ્વાસ છોડી તેને વિજ્ઞાન સાથે જોડી એકાત્મભાવનો સ્વીકાર કરી
શકીશું.
39 વર્ષ 5 મહિના અને 23 દિવસનું આયુષ્ય
અને એના કરતા અનેક વધારે સિદ્ધિ. આટલી ઉંમર તો આપણા જેવા માણસો સુવામાં જ પસાર કરી
દે. વિવેકાનંદજી એ ભારતના તત્વજ્ઞાનને ( કે જેનું ખાસ મહત્વ વધ્યું નોતુ તેવા
સમયમાં ) નીચેથી ઉપાડીને શિખર સુધી પહોચાડ્યું છે.
તેઓ કહેતા
If you lost Wealth you lost Nothing
If
you lost Health you lost Something
If you lost CHARACTER you lost Everything….
પોતાના ચરિત્ર દ્વારા જ ભારત વિશ્વમાં પોતાની
મજબૂત છાપ બનાવી શકશે. આવો આત્મવિશ્વાસ ભારતીય સંસ્કૃતિ જ આપી શકે. ધન્ય છે આ
ધરાને કે જેને વિવેકાનંદ જેવા પુત્રો આપ્યા.
ભારતીય તત્વજ્ઞાનને વિશ્વમાં લઇ જવા માટે
નમન કરૂ કે ભારતને ફરી સ્થાપિત કરવા માટે કરૂ, વેદના સિદ્ધાંતો અંતિમ માનવ સુધી લઇ
જવા માટે નમન કરૂ કે અને જીવનને પ્રેરણા આપવા નમન કરૂ તે સમજમાં આવતું નથી. જીવનના
તમામ તબક્કે પોતાના કરતા જે મહામાનવે ભારતને નવજીવન આપવા માટે પ્રયત્ન કર્યો છે. શાના
માટે વિવેકાનંદને પ્રણામ કરવા એ પ્રશ્ન જ અસ્થાને છે. તેમને જીવનભર સતત સ્વાર્થ કે
પોતાના અંગત જીવનની પરવા કર્યા વગર રાષ્ટ્ર માટે વિચાર કર્યો છે.
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા
રહો. આ વેદાન્ત વિધાનને જીવનમંત્ર બનાવીને જીવન પર્યંત તેના પ્રમાણે જીવ્યા.
ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં લઇ જવા માટે સતત પ્રયત્ન કર્યો.
In your Country your tailor
make your PERSONALITY But in my Country My CHARACTER make my PERSONALITY આવું
સંપૂર્ણ વિશ્વાસથી કહેનાર આ મહામાનવને ભારત અને વિશ્વ આવનાર અનેક સદીઓ સુધી વંદન
કરશે. આ વ્યક્તિત્વને નમન કરવાની શક્તિ, સમજ કે પાત્રતા મારામાં હશે કે નહિ એની
સમજ નથી. પરંતું જ્યારે પણ હું થાકનો અનુભવ કરું ત્યારે કેટલાક જીવન વિશે થોડું પણ
વાંચન પણ જીવનમાં ફરી સ્થિરતા આપે છે. અને આ મારો જ નહિ અનેક ભરાતીયોનો વિચાર હશે.
મહાન માણસોનો જન્મ થતો નથી તેમનું નિર્માણ
થાય છે. પોતાના જીવનની પ્રત્યેક પળ જેને ભારત નિર્માણ માટે ઉપયોગ કરી છે, દેશના
સામાન્ય માણસમાં અસ્મિતાનું સર્જન કરવા જેને સતત પ્રયત્ન કર્યો છે, વૈદિક
સંસ્કૃતિને વિશ્વમાં લઇ જવા માટે સતત સાર્થક પ્રયત્નો કર્યા છે તેવા સ્વામી
વિવેકાનંદજીને નમસ્કાર કરવાની તક ચૂકવી કોઇ પણ ભારતીય માટે શક્ય નથી. પ્રત્યેક
ભારતીયને તેમના માટે પ્રેમ છે કારણ તેમને ફક્ત કહ્યુ નથી તેમને અમલ કરી બતાવ્યો
છે...
બાળપણનો એ નરેન્દ્ર મને ખુબ ગમે.
પોતાની હઠ પુરી કરાવનાર, તોફાની, સતત નવી
રમતો રમનાર આ બાળક ચોક્કસ જીવનમાં આગળ વધશે તે જણાઇ આવતું. કોઇ પણ મસ્તીના સમયે ભગવાન શંકર તેને કૈલાસધામમાં
પ્રવેશ નહિ આપે એવી માતા ભૂવનેશ્વરી દેવીની ધમકી અને માથા પર ઠંડુ પાણી રેડતા-રેડતા
શિવ શિવના ઉચ્ચાર તેને શાંત કરી દેતા. ક્યારેક તોફાનોથી થાકેલી માતા કહેતી કે
ભગવાન પાસે પુત્ર માગ્યો અને ભૂતનાથે ભૂત મોકલી આપ્યો. આટલો તોફાની પુત્ર એટલો જ
શાંત અને પ્રેમળ હોવાની સાથે લોકોને મદદ કરવાની ભાવના પણ એટલી જ તીવ્ર હતી. સાધુ
સન્યાસીને સતત દાન આપવાની પ્રવૃત્તિ હતી એક રૂમમાં પુરી દીધા બાદ પણ સન્યાસીને દાન
આપવામાં તે પાછળ રહ્યા નહિ. એક કાર્યમાં મદદ કરતાં એક પ્રવાસી ખલાસીને માથામાં
આવેલી ચોટથી બધા મિત્રો ભાગી ગયા અને પોતે બે ચાર મિત્રોની મદદથી તેમને દવા કરાવી.
આમ તેઓ નીડર હતા.
લખોટા., મુક્કાબાજી, કૂદવું, દોડવું, ગેદીદડા,
આંબલી-પીપળીની રમતોમાં તે પાવરધા હતા. સંગીત પણ તેમનો પ્રિય વિષય હતો અને આ
સંગીતનું ઘેલું ગુરૂ રામકૃષ્ણ પરંમહંસને પણ લાગેલું. પણ આ રમતોની સામે તેમની પ્રિય
રમત અટલે ધ્યાન.... હા ધ્યાન તેમનું સૌથી
પ્રિય અને બાળપણમાં તો જ્યારે તે ધ્યાનમાં હતા ત્યારે તેમની બાજુમાંથી સાપ પસાર
થતા તેમના મિત્રોએ જોયલો પરંતું નરેન્દ્રનું ધ્યાન ભંગ ન થયું.
જીવન વિકાસની શરૂઆત થવા લાગી હતી. પોતાના
વિચારોને પરિપક્વતા સાથે તેઓ રાખી શકતા અને અન્યને સમજાવી પણ શકતા. ઘરમાં આવતા અલગ
અલગ જ્ઞાતિના માણસો માટે અલગ રાખેલા હુક્કામાંથી પોતે દમ લઇને કહેલું કે દરેક માટે
અલગ અલગ હુક્કા રાખવાનો અર્થ મને સમજાતો નથી.
અભ્યાસમાં તેજસ્વી બાળક સતત આગળ વધતા
રહ્યા. ધ્યાનની ટેવના કારણે તેઓ એક સાથે અન્ય જગ્યાએ ધ્યાન રાખી શકતા. એક વાર
વર્ગમાં તોફાન કરતા શિક્ષકે તેમને ઉભા કરીને પ્રશ્નો પુછ્યા અને મસ્તી કરતા હોવા
છતાં તેમને તમામ જવાબ આપ્યા. તો સજા તેમના મિત્રોને થઇ. પોતે પણ સજા ભાગવી એમ કહી
કે તોફાન તો હું પણ કરતો જ હતો.
1871 માં આઠ વર્ષની ઉંમરે પંડિત
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિન ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં ધોરણ નવ માં
પ્રવેશ મેળવ્યો. વ્યાયમ શાળામાં નિયમિત નરેન્દ્રને નવગોપાલ મિત્રની વ્યાયમ શાળાની
જવાબદારી આપવામાં આવેલી. કોલકત્તા વિશ્વ વિદ્યાલયની પ્રાવેશિક પરીક્ષા પ્રથમ
વર્ગમાં પાસ કરી. ત્રણ વર્ષનો અભ્યાસ એક વર્ષમાં પૂર્ણ કર્યો. ઇનામમાં પિતાજી
કરફથી ઘડિયાળ ભેટમાં મળેલી. 1880 માં સત્તર વર્ષની ઉંમરે કોલેજ પ્રવેશ કર્યો. એક
વર્ષ પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી ફસ્ટ આટર્સ
પરીક્ષા લાંબી બિમારી બાદ આપી તો પણ દ્વિતીય વર્ગમાં પાસ થયા. તીવ્ર યાદશક્તિ
તેમની શક્તિ હતી. હિસ્ટ્રી ઓફ ધી ઇંગ્લિશ પીપલ પુસ્તક માત્ર 3 દિવસમાં એક
ઓરડામાંથી બહાર આવ્યા વગર અભ્યાસ કરેલો. વેદ, ઉપનિષદ, ભગવદગીતા, રામાયણ, મહાભારત
અને વેદ પુરાણોમાં ઉંડો રસ ધરાવીને તે દિશામાં આગળ તેમનો આ અભ્યાસ સંસ્કૃતિના
વિકાસ માટે ઉપયોગી રહ્યો.
જીવનમાં નવીન રાહ હવે નરેન્દ્રને બોલાવતી
હતી. આવનાર સમય મુશ્કેલી અને સમસ્યાની સાથે નવી દિશા લઇ આવનાર હતો. તેમના પ્રોફેસર
વિલિયમ હેસ્ટી એ સમાધિની સ્થિતિનું વર્ણન કરતાં દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણપરમહંસ
નામ પ્રથમ વાર સાંભળ્યું. પ્રોફેસરને તે સમયે નરેન્દ્રની શક્તિઓ વિશે પરિચય થયેલો
તેમને કહેલું કે મારા જર્મન યુનિવર્સિટીનાઓ અનેક પ્રવાસમાં પણ નરેન્દ્ર જેટલી શક્તિ તત્વજ્ઞાનના
વિદ્યાર્થીમાં જોઇ નથી.
રામકૃષ્ણ પરમહંસ પ્રાચીન ભારતવર્ષના મૂર્તિ
સ્વરૂપ અને નરેન્દ્ર અર્વાચીન યુગના સંશયોથી ભૂરપૂર છતા સત્ય જાણવા માટે ઉત્સુક
હતા. બે વિરુદ્ધ દિશા હતી. છતાં પ્રથમ મિલન જીવનભર જ નહિ જનમ જનમનો સાથ બનવા તૈયાર
હતું. શું આપે ઇશ્વરને જોયો છે આવા સવાલનો હા મે જોયો છે જેમ તને જોઉ છું આવા એકદમ
વિશ્વસથી જવાબ આપનાર ગુરૂથી સમક્ષ જાણે પોતાનુ અંતર્મન બદલાઇ ગયું હોય એવો અનુભવ
થયો.
પિતા એક બાજુ લગ્ન માટે તૈયારી કરી રહ્યા
હતા. અને ઇંગ્લેન્ડ ભણવા જવા ખર્ચ આપી શકે એવું સગપણ શોધી રાખેલું. પણ નરેન્દ્રનું
મન તો વિચારતું હતું કે ધન, સત્તા, કિર્તિ, પ્રતિષ્ઠા, લોકચાહના કે જેને મૃત્યું
મારી શકે છે તો તે કેમ મેળવવું એના કરતાં મૃત્યુને હરાવે એવું જીવન શા માટે ન
જીવવું. અને આ જ વિચારોએ નરેન્દ્રને સ્વામિ વિવેકાનંદ બનાવવા તરફ આગળ લઇ જઇ રહ્યા
હતા. 1884 માં બીએના પરીક્ષા આપી. સાથે પિતાનું મૃત્યુ થયું. અને સાથે લેણદારો
આવવા લાગ્યા. ગરીબીનો આ અનુભવે તેમને હલાવી દીધેલા. ઘર માટે પણ કેસ લડવો પડ્યો
જોકે તેમાં જીત થઇ. ખાધા પીધા વગર એક થી બીજી ઓફીસ નોકરી શોધવા આ વિશ્વમાનવને
ફરવું પડ્યું છે. અંતે વિચાર આવ્યો કે આ સમસ્યાનું નિવારણ ગુરૂ પાસેથી મેળવવું.
ગુરૂ એ કહ્યું કે જા મા કાળી પાસે માંગી
લે. ત્રણ વાર એ મંદિરમાં મા પાસે માંગવા ગયા પરતું અંદર જઇ પોતાની આર્થિક અને
પારિવારીક સમસ્યા વિશે કંઇ માંગી શક્યા નહિ અને તેની જગ્યાએ પ્રાર્થના કરી કે હે
મા મને વિવેક આપ, વૈરાગ્ય આપ, જ્ઞાન આપ, ભક્તિ આપ. મને સતત તારા દર્શન થતા રહે
તેવું વરદાન આપ. પોતાની જાત માટે શરમનો અનુભવ થયો કે હે મા હું કેવી તુચ્છ માંગણી
તારી પાસે કરવા આવ્યો છું. મને તારી પાસેથી જ્ઞાન અને ભક્તિ સિવાય બીજુ કંઇ જોઇતું
છે.
16 ઓગસ્ટ 1886 માં રામકૃષ્ણ પરમહંસના
નિર્વાણ પહેલા તેમને નરેન્દ્રને પોતાની પાસે બોલાવીને પોતાની તમામ આધ્યાત્મિક
શક્તિ તેને આપી અને પોતાના બાળકો ( મઠમાં વસતા અને સમગ્ર ભારતના નાગરિકો )ના
યોગક્ષેમની જવાબદારી આપી. ત્યાર બાદ તેમને નગરથી દૂર ગંગા નદી કિનારે ગુરૂની સમાધિ
પાસે એક મકાન રાખી ત્યાં પ્રથમ મઠની સ્થાપના કરી. કેટલાક યુવાનો એ ઘર સંસાર છોડીને
તેમની સાથે રહી સંન્યાસી બનવાનો માર્ગ લીધો અને હવે નરેન્દ્ર વિવેકાનંદ બની ગયા.
તેમને પોતાના સંસ્કૃત અને વેદાંતનું જ્ઞાન પોતાના શિષ્યોને આપવાની શરૂઆત કરી.
હવે નરેન્દ્ર એ સમગ્ર ભારતને પોતાનું ઘર
સમજીને જીવન કાર્યની શરૂઆત કરી. ભારતના પ્રત્યેક નાગરિકને પોતાના ભાઇ બહેન સમજીને
પોતાના નવા જીવનની શરૂઆત કરી.
હવે પોતાનો પોષાક બદલાઇ ગયો. ભગવા વસ્ત્ર, દંડ
અને કમંડળ સાથે ભારતયાત્રાને પ્રારંભ કર્યો. સાધુ સંતોની સેવા કરતાં કરતા જપ અને
તપમાં વાહન મળે તો વાહન મળે તો પગપાળા પ્રવાસ કર્યો. પ્રવાસ દ્વારા તેમને ભારતને
જાણવાનો પ્રયાસ કર્યો. કાશીમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો, અયોધ્યામાં રામ
સીતાના દર્શન કર્યા, તાજમહેલની ભવ્યતા જોઇ, વૃંદાવનમાં ચમારનો હોકો પીધો, પંચમના
ઘરનુ પાણી પીધુ, મોચીના ઘરે માંગીને ખાધું. મન ગોપીભાવથી ભરાઇ ગયું. રેલ્વેની
મૂસાફરી દરમ્યાન પણ અંગ્રેજોની નિંદા પર ધ્યા આપ્યું નહિ અને તેમને કહ્યું કે
મૂર્ખાઓ સાથે પ્રવાસ કરવાનો આ પ્રથમ અનુભવ નથી.
અલવરના મહારાજ મંગળસિંહને મૂર્તિપૂજાનું
મહત્વ સમજાવ્યું. મૈસૂરના મહારાજા શેષાદ્રિ અય્યર સાથે મૂલાકાત થઇ અને પોતાના
ભાષણની રાજા પર ઘણી અસર થઇ. પોતાની ભાવિ યોજના સમજાવતા રાજાને કહ્યું કે પશ્ચિમમાં
વિજ્ઞાન છે અને ભારતમાં અધ્યાત્મ. જો બન્ને સાથે મળી કાર્ય કરે તો વિશ્વના લોકોનું
કલ્યાણ કરી શકાય. રાજાએ તેમના વિદેશ પ્રવાસ માટે તમામ ખર્ચ આપવાની તૈયારી
બતાવી. રામગઢના રાજા સેતુપતી સાથે ભારતની
સમસ્યાઓ વિશે ચર્ચા થઇ. અને રાજાએ તેમને વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા જવા માટે
તમામ ખર્ચ આપવાની તૈયારી બતાવી. આ મૂલાકાત સમગ્ર ભારતને એક વિશ્વમાનવ સાથે ભેટ
કરાવવા જઇ રહી હતી.
દક્ષિણના સમુદ્રની વચ્ચે આવેલ ખડક પર આસન
જમાવી, આંખો બંધ કરી ભારતનું માનચિત્ર તૈયાર કર્યું, ભારતની સમગ્ર સમસ્યાઓની ચિંતા
કરી. ભારત વર્ષના સૂતેલા સંતાનોને જગાડીને ભારતને શસક્ત બનાવવાનો સંકલ્પ કર્યો.
આજે આ ખડક વિવેકાનંદ શિલા તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન તેમના પ્રવચનો સાંભળવા
અનેક લોકો આવતા.
31 મે 1893 ના રોજ તેઓ જહાજમાં બેસી વિદેશ જવા
રવાના થયા. ત્યાં પહોંચી ખબર પડી કે ધર્મસબા તો સપ્ટેમ્બર માસમાં છે. ઓછા પૈસા અને
સમયની ખબરના અભાવે સ્વામીજી માટે સમય મુશ્કેલ બન્યો અને શિકાગો છોડી બોસ્ટન રહેવા
ગયા. તેમનું શરીર અને પહેરવેશ જોઇને લોકોને અસાધારણ પ્રતિભાના દર્શન થતા હતા.
બોસ્ટનમાં ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મ પર તેમના પ્રવચનો એ જોન હેન્નીરાઇટ
જેવા અનેક મિત્રો આપ્યા. જોન હેન્નીરાઇટે વિશ્વ ધર્મ પરીષદમાં ભાગ લેવા માટે ભલામણ
પત્ર લખી આપ્યો. સમયની બલિહારી કે તે ખોવાઇ ગયો. એક રાત તેમને અસહ્ય ઠંડીમાં
ભૂખ્યા પેટે એક પેટીમાં વિતાવવી પડી. સમજમાં આવે કે કેટલી સમસ્યાઓનો સામનો કરવો
પડ્યો હશે આપણી સંસ્કૃતિને વિશ્વમાં લઇ જવા માટે.
11/09/1893 માં હોલ ઓફ કોલંબસ હોલમાં
વિશ્વધર્મપરિષદની શરૂઆત થઇ. કોઇ પણ પૂર્વ તૈયારી વગર પોતાના ગુરૂને યાદ કરીને
પોતાના ભાષણની શરૂઆત કરી – અમેરિકાના મારા ભાઇઓ અને બહેનો.... કહેવાય છે કે અનેક
તાળીઓનો ગડગડાટ સાથે હોલ ગૂંજી ઉઠ્યો. ભાષણમાં તેમને
હું હિન્દુ છું એ વાતનું મને ગૌરવ છે.
જ્યાં બધા ધર્મોનું સન્માન થાય છે તે
દેશમાંથી આવવાનુ મને ગૌરવ છે
જે દેશના અનેક મહાત્માઓએ ઇશ્વરનો
સાક્ષાત્કાર કર્યો છે એ દેશના હોવાનું મને ગૌરવ છે.
તેમના આ સમગ્ર ભાષણને વાંચવાથી સમજમાં આવે
કે ભારતીય સંસ્કૃતિ માટે કેટલું ધારદાર ચિંતન હશે. બીજા દિવસના તમામ વર્તમાન પત્રો
વિવેકવાણીથી ભરેલા હતા. હવે ભારતનો આ સામાન્ય નરેન્દ્ર વિશ્વભરમાં એક મહાન હસ્તી
એટલે કે સ્વામી વિવેકાનંદ બની રહ્યા હતા. તેમના પ્રવચનો અનેક થયા. ચારિત્ર્ય,
સમાજવિજ્ઞાન, તત્વજ્ઞાન અને સાહિત્યની સાથે જરૂર જણાય ત્યાં ખ્રિસ્તી મિશનરી
કાર્યનો વિરોધ પણ હતો છતા પણ તેમને સાંભળવા લોકો આવતા હતા.
વિશ્વધર્મસંમેલન પૂર્ણ કરી તેઓ 15
જાન્યુઆરી 1897 માં કલંબો આવ્યા ત્યાં તેમનું
ભવ્ય સ્વાગત થયું. રામનાડું, મદુરાઇ, કુંભકોણમ થઇ ચેન્નઇ પરત આવ્યા. ભવ્ય
સ્વાગત થયા.
1897માં તેમને રામકૃષ્ણ મિશનની સ્થાપના
કરી. બેલુરમાં મઠની સ્થપના કરવામાં આવી. 9 ડિસેમ્બર 1898 માં બેલુર મઠનું
વિવેકાનંદે ઉદઘાટન કર્યું. પેરિસ ધર્મસંમેલનમાં પણ તેમને ભાગ લીધો.
વિવેકાનંદને અનેક નમન ઓછા પડે. ભારતીય
સંસ્કૃતિ સતત તેમની ઋણી રહેશે. અનેક વંદન આ મહામાનવને....

Comments
Post a Comment
Thanks A lots...