ગાંધી...
નામ - મોહનદાસ, મહાત્મા, રાષ્ટ્રપિતા
જન્મ દિવસ - 2
ઓક્ટોબર 1869
નિર્વાણ દિવસ - 30 જાન્યુઆરી 1948
જન્મસ્થળ - પોરબંદર,
ગુજરાત
માતાનું નામ - પૂતળીદેવી
પિતાનું નામ - કરમચંદ
પત્ની - કસ્તુરબા
સંતાન - 4 દિકરો સંતાન
(હરીલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ )
શિક્ષણ - શરૂઆતનું
શિક્ષણ રાજકોટ અને પોરબંદરમાં થયું.
1887 માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજ
દ્વારા ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ કર્યો પણ તે ઝાઝું ટક્યા નહીં.. કુટુંબનો મોભો જાળવવા
તથા કુંટુંબીઓની ઇચ્છા પૂર્ણ કરવા અને જીવનને આગળ વધારવા તે બૅરીસ્ટર ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવા ગયા.
હું બુનિયાદી શાળામાંથી અભ્યાસ કરીને આવ્યો છું. મારી શાળામાં બાપુની
125 મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. તે ઉજવણીનો મોટો કાર્યક્રમ લગભગ એક સપ્તાહ
શાળામાં ઉજવવામાં આવેલ. તેમના વિશે અભ્યાસ પણ કર્યો છે. અનેક કાર્યક્રમો કરવામાં
આવ્યા તેમાં ભાગીદાર પણ રહ્યો છું. હા તેમના જીવનમાં કસ્તુરબાનો સાથ પણ એટલો જ
મહત્વનો રહ્યો છે. હા કેટલીક બાબતોમાં મારો તેમની સાથે વિરોધ પણ છે અને કદાચ એ
વિરોધથી હું ખુશ પણ હોઇ શકું. પરંતું બાપુ એટલે બાપુ...
ગાંધી એટલે.....
એક વિચારધારા...
મનની મક્કમતા...
અડગ માનવતા...
સર્વમાં રામના દર્શન...
ફક્ત આઝાદી જ નહી પરંતું સમાજ
ઘડતરની વાત...
નરસિંહ મહેતાએ વૈષ્ણવજન જેના
માટે ગાયું તે સ્થિતપ્રજ્ઞ એટલે ગાંધી...
તેમના ચરખાની તાકાત તો આજે પણ
આપણે સમજી શક્યા નથી બાકી દરેક મહિલા આજે સ્વનિર્ભર હોત....
અનેક દિવસના સફળ ઉપવાસ એટલે
ગાંધી...
સતત અભ્યાસું એટલે ગાંધી... (
અભ્યાસુનો અર્થ એટલે જેનો અભ્યાસ કરે તેને જીવનમાં લાવવા પ્રયત્ન કરે તેવા )
સામાન્ય માણસની ચિંતા અને ચિંતન
એટલે ગાંધી....
સામાન્ય જીવનપ્રણાલી એટલે
ગાંધી...
સત્યનો અવાજ એટલે ગાંધી....
આજે મને ગાંધી જોઇએ પણ
ક્યાં.... નોટોમાં, રસ્તાના સાઇન બોર્ડમાં... ખુરશી મેળવવાની દોડ માટે...
સ્વચ્છતાના આગ્રહી બાપુનો દેશ
અને તેના નાગરિકોને સ્વચ્છતા ગમે છે પણ તેને અમલમાં લાવવી નથી. બેરોજગારી માટે
બુમો પાડવી છે પણ ખાદી અપનાવવી નથી. હું કયા મોઢે ગાંધીજીને બાપુ કહી શકું...!!!
મિત્રો આજે આપણે આપણા બાળકોને મહાત્માની વેશભૂષા કરાવી પણ આવતી કાલે એ
એના મિત્રના ત્યાં જશે કે જેને આજે પણ આપણો કહેવાતો સભ્ય સમાજ માણસ સમજવા તૈયાર
નથી ત્યારે અવાજ આવશે કોઇ ઘરમાંથી કે તારા સંગ સારા નથી. શું આ વાત સાંભળી એ
મોહનને શું થતું હશે કે જેને આપણે મહાત્મા બનાવ્યા છે. આજે ખબર નહિ સફાઇ કરતા
કેટલા ફોટા પડાવ્યા અને સોશ્યિલ મીડીયા પર અપલોડ કર્યા. પણ બીજા જ દિવસે ગમે તે
જગ્યાએ પેશાબ કરતાં, ગંદકી કરતા શરમ ન અનુભવનાર આપણે શું સમજ્યા આ રાષ્ટ્રના
રાષ્ટ્રપિતાને......
ભારતની આજે એક ઓળખ મોહનદાસ કરમચંદ ગાંધી છે તો એક ઓળખ સામાજિક અને
નાતજાતના ભેદભાવથી પીડાતા સમાજ તરીકે પણ ઉભી થવા લાગી છે. આઝાદીના આટલા વર્ષો પછી
પણ પોતાની જાતને સંભાળવા માટે આંદોલનો કરવા માટે અનેક લોકો આગળ વધવા લાગ્યા છે. તે
ખોટા પણ નથી. શું આ સમાજ ગાંધીની કલ્પનો છે..??? ના.... ના.... બિલકુલ નહીં. કરાણ કે ગાંધીએ તો જીવન જીવવાના રસ્તા
પોતાના જીવન દ્વારા સમજાવી જ દીધા છે.
મારૂં જીવન એ જ મારો સંદેશ....
અને બાપુનું જીવન એટલે
મારા દેશમાં દરેક પાસે વસ્ત્ર નથી ત્યાં સુધી હું એક જ વસ્ત્ર
પહેરીશ...
ભલે ગમે તેટલું પાણી છે નદી-નાળામાં પણ હું મારા ખપ પુરતું જ ઉપયોગ
કરીશ...
દેશની તમામ મહિલાને જીવવાનો સમાન અધિકાર છે તેની સમજ લઇને ચાલીશ....
દારૂ એક જ જીવન નહિ પણ સમાનનો નાશ કરે છે તે સમજીને જ નહિ સ્વીકારીને
ચાલીશ...
નઇ તાલીમનું શિક્ષણ લઇને જીવીશ....
સત્ય અને અહિંસાના રસ્તે ચાલીશ....
કેટલા જીવન સત્યો સમજાવ્યા પણ આપણી ખોપરીમાં ઉતરે તો ને....
ગાંધીજી શું તેમના માટે લડ્યા.... પોતાના માટે તેમને એક હરીજન કન્યાને
દત્તક પુત્રી માની... એમની પાસે આરામથી જમી શકે એટલી સંપત્તિ હતી અને ન હોત તો પણ
તે વકીલ હતા કમાઇ લેતા અને આરામથી જીવતા. પણ મિત્રો તે આપણા જીવનને રસ્તો આપવા
આવેલા. આજે ભારતમાં તેમના નામે અનેક રોડ છે પણ તે રસ્તા પર આપણે ચાલવું નથી.
બુનિયાદી શિક્ષણ, ચરખો અને ખાદી તેમની નહિ આપણી જરૂરીયાત છે. મારો દેશ સવા સો
કરોડથી પણ વધારેનો છે. દરેકને રોજગારી આપવી શક્ય નથી. માટે ખાદી હતી જ નહિ છે.આપણે
તો રાહ જોઇએ કે ક્યારે ખાદીમાં 20 % વળતરની યોજના આવે અને ખરીદી કરીએ અને એ પણ જો ઇલેક્શન લડવાનું હોય તો
જ.
જીવનના અનેક તબક્કા તેમની જીવીને બતાવ્યા છે. અ પણ એટલી સરળતાથી કે
તેની કલ્પાના મારા જેવા માણસ માટે કરવી શક્ય નથી. બાળપણમાં અંધારામાં જતા ડરતો એક
બાળક દાસીના કહેવાથી રામનું નામ લઇ દુ:ખ દૂર કરતા શીખેલા. આપણે અનેક ફિલ્મો રોજ જોઇએ અને હતા એમને એમ પરત આવી
જઇએ પણ એક નાટક... હા એક નાટકે મોહનની જિંદગી બદલી દીધી. એક નાટક જોઇ મનમાં નિર્ણય
કર્યો કે હવે સત્ય બોલીશ. અને પોતાના ગુના પિતા પાસે કબુલી લીધા. ત્યારથી લઇને
જીવન પર્યંત કદી અસત્ય બોલ્યા નથી. કમાલ છે ને.... અને આપણે આજે એક નિર્ણય પણ કરી
શકતા નથી અને વાતો કરીએ ગાંધીજી વિશે... જો કે આપણી વાતનું મૂલ્ય પણ કેટલું...!!!
નામ ભૂલાઇ ગયું તેમનું..... મોહનદાસમાંથી બાપુ, મહાત્મા,
રાષ્ટ્રપિતા... શું બની ગયા સમગ્ર દેશ માટે. પણ આમ જ સમાન્યમાંથી મહાત્મા બની ગયા. આ સામાન્ય વાત નથી. મારી સમજ
બહારની વાત છે. પણ એમને કરી બતાવ્યું છે એ પણ એટલું જ સત્ય છે. ગુજરાતના એક વણિક
પરિવારમાં જન્મેલો એક વ્યક્તિ વિશ્વ માટે વિભૂતી બની ગયા. પિતા પોરબંદર સ્ટેટ અને
રાજકોટ તથા વાંકાનેરના દિવાન રહેલા. શુદ્ધ હિન્દું પરિવારમાં જન્મ થયેલો. માત્ર 13
વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે બાળ લગ્ન થયેલા. કોઇપણ વ્યક્તિ આમ અચાનક આગળ વધી જાય
એવું સાવ સામાન્ય થઇ શકતું નથી. એક કપડાના જોરે, એક લાકડી લઇને આખા દેશમાંથી
અંગ્રેજોને હાંકી કાઢ્યા. એક પણ અંગ્રેજને માર્યા સિવાય...
આપણી સાથે રોજ અન્યાય થાય છે અને એ પણ આજના લોકશાહી દેશમાં જ્યાં મારૂ
રાજ્ય ચાલે છે. મારા અવાજની અને મારા મતની કિંમત છે. તો પણ આપણે ફક્ત સલાહ આપવામાં
આગળ વધ્યા એમ લાગે છે. આગળ એ જ વધે છે જે સતત શીખતા રહે છે મોહને પણ અહિંસક સવિનય
કાનૂનભંગનો પાઠ લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી શીખ્યો હતો, સમજ્યો
હતો. આ જ વિચારથી પોતા પર થયેલ અન્યાય માટે લડત ઉપાડી અને આજે પણ એ સ્ટેશન તેમની
હિમ્મતનો પુરાવો આપે છે. આ વિચાર આજે વિશ્વ માટે નવો રસ્તો લઇ આવે છે. ફક્ત ભારતે
જ આઝાદી મેળવી એમ નથી આપણા સાથે અનેક દેશોએ પણ આ જ વિચાર અને પદ્ધતિથી સ્વતંત્રતા
મેળવી છે. પોતાની ઉપર થયેલ અન્યાય સામે અવાજ ઉઠાવવાની તેમની શક્તિ જ તેમને
વિશ્વાત્મા બાનાવી ગઇ. દક્ષિણ આફ્રિકાના આ પ્રસંગે જ મારા દેશની આઝાદીના પગરવ
માંડ્યા હતા.
દેશની સ્વતંત્રતા માટે અનેક કાર્યો કર્યા. અનેક સત્યાગ્રહો કર્યા.
અસહકારનું આંદોલન, દાંડી યાત્રા, દલિતોના સમાન સામાજિક અધિકારો માટે એક મહાઅભિયાન,
( હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શુદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દનો ઉપયોગ કર્યો. ) ભારત છોડો આંદોલન..... અનેક વાર જેલમાં ગયા. દેશમાં
રહેલા અંગ્રેજો તેમને નડે તેમ ન હતા પણ મારા દેશના લોકો ગુલામ કેમ રહે આ એક વિચારે
તેમને અનેક આંદોલન કરાવ્યા. તેમને દેશનું નિર્માણ કરવાનું સપનું હતું અને આપણે
ટપાલ ટિકીટ પર તેમના ફોટા લગાવીને ખુશ થઇ ગયા. દેશના ભાગલાના વિરોધી હોવા છતા
સંમતિ દર્શાવી.
પણ મિત્રો મારે આ માહિતી આપવી નથી. તેમના જીવનના અનેક પ્રસંગો મારા
કરતા પણ આપને વધુ યાદ હશે. મારે તો વાત કરવી છે એ મોહનની કે જે પોતે કરેલી
ભૂલોમાંથી શીખી મહાત્મા બન્યો. લોકજીવન બદલવાના રસ્તે ચાલતા ચાલતા રાષ્ટ્રપિતા
બન્યા.
કહેવાય છે કે નથ્થુરામ ગોડસે એ બાપુની હત્યા કરી. ના ના એને તો ફક્ત
બાપુના દેહની જ હત્યા કરી એમ મારૂં માનવું
છે. એના પછી રોજ દરરોજ નિયમિત આપણે આ જ કરતા આવ્યા છીએ. આ મારો કોઇ પર આરોપ નથી પણ
દેશમાં ગંદકી કરીને આપણે એ જ કરીએ છીએ.... કોઇને અશપૃશ્ય સમજીને અન્યાય કરીએ
ત્યારે એ જ કરીએ છીએ.... તેમના નામનો ઉપયોગ કરીને આગળ વધવામાં મારો વિરોધ નથી પણ
તેમના જે વિચારો લઇને આપણે આગળ વધ્યા તેનો નાશ થય ત્યાં મારો વિરોધ છે. મારો પણ
બાપુ સાથે કેટલોક વિરોધ છે અને રહેશે પણ તેમને જાણીને, ભણીને એટલું તો ચોક્કસ કહી
શકું કે જો મારા દેશનો વિકાસ યોગ્ય દિશામાં કરવો હશે તો મારે તેમના રસ્તો ચાલવાનો
પ્રયત્ન કરવો પડશે. આજે તો ફોજ નીકળી છે ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવાવાળી.... ખબર
નહિ તેમને શું કહું.... બસ હસું આવે છે આવી બાલીશતા પર.... ફાઇવસ્ટાર ઉપવાસ અને
સેલ્ફી માટે ગાંધીનો આ ઉપયોગ યોગ્ય તો નથી જ....
ઘણું કહેવાનું મન છે પણ હવે આગળ કહીશ. બસ એટલી આશા રાખીશ કે દેશમાં
સમાનતા આવે. સૌ સમાન બની જીવીએ, બાપુના વ્રતને જીવનપ્રણાલિ બનાવીએ અને તેમને આપણે
રાષ્ટ્રપિતા કહીએ છીએ તેનો આનંદ થાય તેવા કાર્યો કરીએ. ઇશ્વર આપણને તેવી પ્રેરણા
આપે.


બાપુના સદવિચારોનું આચરણ એટલે જ સાચી જન્મજયંતિની ઉજવણી....👌👌👌
ReplyDeleteખૂબ સરસ સાહેબ..👍👍👍
ReplyDelete👌🏻👍🏻
ReplyDeleteખૂબ ખૂબ સરસ...
ReplyDeleteખુબ જ સુંદર
ReplyDeleteબાપુના સદ વિચારોનું આચરણ જ શ્રદ્ધાંજલિ, જય જવાન જય કિસાન
ReplyDeleteखूब सरस ..👍👍👍
ReplyDelete