એક થઇ નિર્માણ કરીએ


એક થઇ નિર્માણ કરીએ

આવ આપણે એક થઇને ઊર્જાની બચત કરીએ
લાઇટ પંખા બંધ કરી વીજળીનું જતન કરીએ

આવ આપણે એક થઇને પાણીની બચત કરીએ
ટપકતા નળ બંધ કરીને પાણીનું જતન કરીએ

આવ આપણે એક થઇને વૃક્ષોની  જાળવણી કરીએ
કપાતા વૃક્ષ અટકાવીને પર્યાવરણનું જતન કરીએ

આવ આપણે એક થઇને માટીના કણ કણની સફાઇ કરીએ
ગંદકી થતી અટકાવીને સૃષ્ટીનું જતન કરીએ

આવ આપણે એક થઇને ધાન્યની બચત કરીએ
એંઠવાડમાં જતું અટકાવીને ભૂખ્યાના પેટનું જતન કરીએ

આવ આપણે એક થઇને માનવીય મૂલ્યોનું રક્ષણ કરીએ
સદગુણો જીવનમા ખિલવીને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ

આવ આપણે એક થઇને દેશની સંસ્કૃતિનું રક્ષણ કરીએ
સૌ ધર્મ માનવ એક થઇ "વૈશ્વિકા" શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ


Comments