
લાલ બહાદુર શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રી
જન્મ દિવસ - 2 ઓક્ટોબર 1904
નિર્વાણ દિવસ - 11 જાન્યુઆરી 1966
જન્મસ્થળ - મુગલસરાય, ઉત્તરપ્રદેશ
માતાનું નામ - રામદુલારી દેવી
પિતાનું નામ - શારદાપ્રસાદ ( શિક્ષક તથા રાજસ્વ કાર્યાલયમાં ક્લાર્ક
તરીકે સેવા આપી )
પત્ની - લલિતાદેવી
સંતોન - 6 સંતાન
કાર્યક્ષેત્ર - 9 જૂન
1963 થી 11 મે 1966 દરમ્યાન ભારતના પ્રધાનમંત્રી રહ્યા.
શિક્ષણ - હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ માં તેમણે શિક્ષણ મેળવ્યું. આ
વિદ્યાપીઠમાં રહી તેમણે
"શાસ્ત્રી" તરીકેની ઉપાધિ મળી હતી. આ ઉપાધિ તેમના નામ સાથે જીવનપર્યંત
રહી.
જય જવાન જય કિસાન
સુત્ર આપીને દેશને પાકિસ્તાન સાથે થયેલ 1965 ના યુદ્ધમાં વિજય
અપાવવાનું કાર્ય ભારતની સેનાએ વિજય અપાવ્યો. સતત પોતાની સાદગી સાથે જીવન જીવેલ
દેશના આ પનોતા પુત્રને અનેક વાર વંદન સાથે નમસ્કાર કરવાનું મન થાય છે. ગાંધી
વિચારથી જીવન જીવેલ આ વિરલ વ્યક્તિત્વને કરેલા અનેક વંદન નાના પડે એમ લાગે છે. ઓછી
ઉંચાઇ સાથે દેશ માટે અમાપ પ્રેમ, જવાનો અને ખેડૂતો માટે દિલમાં લાગણી, ખાદીના વસ્ત્રો,
માથે ટોપી આટલું સાદું જીવન એ પણ દેશના પ્રધાનમંત્રીનું જીવન એ વિચારીને પણ મન
આનંદિત બની જાય છે. ભારત રત્ન શાસ્ત્રીજીને વંદન કરવા એ ઉમંગનો વિષય છે.
સરકારી કારનો ઉપયોગ પોતાના પુત્રએ કર્યો તો તેને પણ કિલોમીટરના હિસાબથી
પૈસા ભરાવેલા
1965 ના દુકાળના સમયે આખા દેશમાં કે સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરીશ.
દેશનો પ્રઘાનમંત્રી પોતાના ફાટેલા કપડા પત્નીને આપીને પોતાના માટે તેનો
ઉપયોગ કરતા.
પોતાના નિવાસ પર એક વાર સરકારી કુલર લગાવવામાં આવ્યું તો કહે કે આનાથી
મારી આદત બગડી જશે.
આવા રાજનેતાની કલ્પના આજના સમયે કરવી દૂષ્કર છે. તેમને દેશ માટે પોતાના
અંગત સુખોની પરવા કરી નથી એટલું જ નહિ પરંતું પોતે એટલા સજાક રહેતા કે સરકારી
સંપત્તિનો કોઇ ખોટો ઉપયોગ પોતે ન કરે. ધન્ય છે આ ધરાને કે જેમને આવા સપૂતો આપ્યા.
જીવનમાં સતત સંઘર્ષ કરવાથી સતત સફળતા મળે જ છે. શાસ્ત્રીજીનું જીવન
તેમણે મેળવેલ શિક્ષણ પ્રમાણે જીવન જીવ્યું અને સફળતા મેળવી હતી. પોતાનું
ગ્રેજ્યુએશનનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભારત સેવા સંઘ સાથે જોડાયા. જીવનમાં આગળ
વધવા માટે તેમના માટે પાયો અહી જ નખાયો. ભારત સેવા સંઘમાં જોડાઇને તેમને દેશસેવા
કરવાના પ્રણ લીધા હતા.પોતાના રાજકીય જીવનની શરૂઆત પણ આ સમય દરમ્યાન થઇ હતી.
પોતાના જીવનને ગાંઘીના રંગે તેમણે રંગેલું જોવા મળે છે. શુદ્ધ સ્વરૂપે
તેઓ જીવનપર્યંત ગાંધીવાદી રહ્યા. બાપુના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવ્યા. બાપુના
વિચારોથી રંગાઇને તેમણે બાપુના અનેક કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી.1921 ની
અસહકાર ચળવળ અને 1941 ના આંદોલનોમાં તેમને અસરકારક રીતે ભાગ લીધો. સાદગીથી ભરેલું
જીવન, ગરીબોની સતત સેવા તેમના જીવનના મહત્વના પરિબળ બની રહ્યા. સ્વાતંત્રતા
સંગ્રામમાં તેઓ પણ જોડાયેલા.અનેક વાર જેલમાં પણ રહ્યા.
1947 માં અંગ્રેજી શાસનમાંથી આપણા દેશને આઝાદી મળી. સ્વતંત્ર ભારતમાં
પણ તેમનું કદ મોટું રહ્યું. સ્વતંત્રતા બાદ તેઓ ઉત્તરપ્રદેશના સંસદીય સચિવ બન્યા.
ત્યાંની સરકારમાં તેઓ પરિવહનમંત્રી પણ રહ્યા. પોતાના દેશ માટે સતત પ્રેમ તેમના
જીવનાં રહેલો જોવા મળે છે. સાથે દેશના તમામ નાગરીકોને સમાનતા મળે તે માટે તેમને
કરેલા પ્રયત્નો ખરેખર વંદનીય છે. પોતે જ્યારે પરિવહન મંત્રી હતા ત્યારે સમાનતા
માટે તેમને મહિલાઓને બસ કંડક્ટર બનાવવાની શરૂઆત કરી નવો રસ્તો બનાવ્યો હતો.
શાસ્ત્રીજી માટે માનવતા પણ અગત્યની બની રહી. આપણો દેશ સ્વતંત્ર બન્યા
બાદ લોકશાહી દેશ બન્યો. લોકશાહી દેશમાં દરેકને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે.
આવા લોકો કે જે પોતાનો અવાજ ઉઠાવે છે તેમને આંદોલન કરતા રોકવા માટે લાઠીચાર્જ (
અંગ્રેજ સરકાર સમયે કરવામાં આવતા લાઠીચાર્જથી લોકોના અવાજને દબાવવામાં આવતો હતો. )
કરવામાં આવતો હતો. લોકો માટે સતત પ્રેમ હોવાના કારણે તેમણે લાઠચાર્જ કરવાની જગ્યાએ
વોટર કેનનનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી.
શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત
શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં
આવ્યા.

જય જવાન જય કિસાન
ReplyDeleteJay jwan jay kisham
ReplyDeleteખૂબ સરસ.. वंदे मातरम..🙏🙏🙏
ReplyDelete