જન્મ
દિવસ - 11
ઓક્ટોબર 1902
નિર્વાણ દિવસ - 8 ઓક્ટોબર 1979
બાળપણનું નામ - બઉલ
જન્મસ્થળ - સિતાબદિયારા, પટણા, બિહાર ( ગંગા અને સરયૂ
નદીના કિનારે )
માતાનું નામ - ફૂલરાણી
પિતાનું નામ - હરસુયાલ ( અંગ્રેજ સરકારની નોકરીની સાથે
આઝાદીની લડતમાં ભાગીદાર )
પત્ની - પ્રભાવતીદેવી,
બ્રહ્મચર્યનું પાલન કરતા જેથી જયપ્રકાશનારાયણે
પણ આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું.
શિક્ષણ - શરૂઆતમાં ઘરે આવી
શિક્ષક ભણાવતા. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં, માધ્યમિક શિક્ષણ પટનામાં ( સરસસ્વતી ધામ ), 17 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ, વિજ્ઞાન
કોલેજમાં પ્રવેશ, બિહાર વિદ્યાપીઠમાંરાષ્ટ્રીય શિક્ષણ
મેળવ્યું, અમેરિકાના પ્રવાસમાં બર્કલીમાં
કેલિફોર્નિયામાં બીજા વર્ષમાં પ્રવેશ આયોવામાં જર્મન તથા ફ્રેન્ચ ભાષાનું
શિક્ષણ, સમાજવિદ્યા મુખ્ય વિષય, બીએ અને એમ.એ.
થયા. શ્રેષ્ઠ શોધનિબંધનું લેખન
વિશ્વ શાંતિ સેના તથા કોમન વેલ્થ ઓફ
વર્લ્ડ સિટીજન્સ સંસ્થાના સદસ્ય અને ફિલીપીઇન્સમાં 1965 માં મેગ્સેસે એવોર્ડનું
સન્માન વધારનાર દેશના પનોતા પુત્ર જયપ્રકાશ નારાયણને વંદન કરવા જીવનની અણમોલ ઘડી
છે.
જયપ્રકાશનો અવાજ દેશ માટે હતો, તેઓ
દેશ માટે જીવ્યા.
એક સ્વતંત્ર જીવન જીવેલ આ મહામાનવે સતત
પોતાના જીવનમાં સંઘર્ષ કર્યો છે.
તેમનો દેશ માટે સતત સંઘર્ષ કરનાર....
સ્વાર્થ માટે તેમના જીવનમાં એક પગલું કદી
ન ભરનાર....
સતત દેશનો પ્રવાસ કરીને દેશની સાચી
સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવનાર....
જરૂર પડે સત્તા સામે લોકઅવાજ ઉઠાવનાર...
સત્તામાં અંધ બનેલ રાજનેતાને તેનું સાચુ
ભાન કરાવનાર....
આ ભડવીર, ભારતવીરની વાણીમાંની શક્તિ
તેને જીવનભર કરેલા કાર્યોથી આવેલી. તેમના શબ્દો લોકો માટે જનઆંદોલનો બની રહેતા....
જે દિવસે જે.પી. દેશદ્રોહી કહેવાશો તે
દિવસે કોઇ દેશભક્ત બચ્યો નહિ હોય આ દેશમાં……
ભ્રષ્ટાચારની ગંગોત્રી દિલ્હીમાં છે….. - 12 જૂન 1975
સિંહાસન ખાલી કરો કિ જનતા આયી હૈ…..
પોતીકા-પારકાનો ભેદ મિટાવવો એ જ સૌથી ઊંચો
ધર્મ છે……….
જેવા વીરતાપૂર્વક આત્મવિશ્વાસું
નિવેદન કરનાર આ ભારતના વીરની વાત કે ચર્ચા કરતાં જ શરીરમાં અજબ ચેતનાનો સંચાર થાય
છે.
જેના માટે કવિ દિનકરે જાહેરસભામાં કહેલું,
“ સેનાની કરો પ્રયાણ અભય, ભાવિ ઇતિહાસ તુમ્હારા હૈ.
સ્વપ્નોકા દ્ષ્ટા જયપ્રકાશ ભારતકા
ભાગ્યવિધાતા હૈ.“
જયપ્રકાશ નારાયણ માટે કયા શબ્દોનો
પ્રયોગ કરવો એ સમજશક્તિ બહારની વાત છે. સમગ્ર જીવન કોઇ સત્તા કે હોદ્દા પર ન રહ્યા
વિના, સત્તાના ચાજ વિના દેશના લોકનાયક સાચા અર્થમાં હ્રદય સમ્રાટ બની રહ્યા એવા
જે.પી.નું જીવન એક અસામાન્ય ઘટના કહી શકાય એવું છે. જીવનમાં અનેક વાર જેલનો પ્રવાસ
દેશની સ્વતંત્રતા માટે અને સ્વતંત્ર થયા બાદ ખરા અર્થમાં આઝાદી મળે તે માટે કર્યો.
અનેક લડાઇ લડ્યા અને તે તમામ લડતમાં વિજય મેળવ્યા.વૃદ્રાવસ્થામાં પણ યુવાનોના
આદર્શ રહ્યા એવા જયપ્રકાશ નારાયણનું જીવન એક રોમાંચક સફર છે.
1967માં બિહારના દુષ્કાળમાં તે સમયે
વિવિધ દેશોમાંથી બે કરોડની રોકડ રકમની સાથે બે કરોડની વસ્તું લઇ આવનાર આ વિશ્વ
નેતાનું નામ ભારત સાથે વિશ્વમાં પણ કેટલું હશે કે વિશ્વએ તેમના માટે પાતાની તિજોરી
ખોલી આપી.
બાળપણના રાષ્ટ્રીયરંગે રંગાયેલા શિક્ષકોથી
લઇ માર્ક્સ અને લેલિન સુધીની સફર, ગાંધીજીથી લઇને વિનોબા સુધીની સફર, નક્સલોથી લઇ
ડાકુઓ સુધીની સફર, વિધાનસભાથી લઇને સંઘ સરકારને ઉથલાવી દેવાની સફર, અનેક આંદોલનોથી
લઇ રાષ્ટ્રીય કે કુદરતી આપદામાં દેશના લોકોની સાથે હિંમતપૂર્વક ઉભા રહેવાની સફર,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઇ દેશહિત માટે કરેલા ઉપવાસોની સફર.... કેટલો પ્રવાસ
કર્યો આ મહામનવે જીવનમાં કે ગાંધી જવારહરની સાથે દેશના લોકો તેમનું નામ આદર
સન્માનપૂર્વક આજે પણ લઇ આનંદ અને કૃતજ્ઞતાનો ભાવ અનુભવે છે. ધન્ય છે એ જનેતાને કે
જેને આવા અહિંસક બહાદૂર પુત્રને જન્મ આપ્યો.
ચાલો હું આજે આપને તેમના જીવનની એક
રોમાંચક સફર કરવું. બાળપણથી અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી માટે બાળપણમાં પણ એક એક
ક્ષણની કિંમત હતી. હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને સાહિત્ય જેવા વિષયોમાં મજબુત
પકડની સાથે ગણિત અને વિજ્ઞાનમાં પણ આગળ રહેલા.
માધ્યમિક શિક્ષણ લેવા જ્યારે પટણાના સરસ્વતી ભવનમાં રહ્યા ત્યારે ત્યાં પણ
અભ્યાસની ભૂખ વધતી જતી હતી.સાથીઓ સાથે ચર્ચાઓ કરતા, બહારથી મંગાવીને પુસ્તકોનું
વાંચન કરતા હતા.1920 માં અસહકાર આંદોલનમાં યુવાન વયે ભાગીદાર રહ્યા.
વિદેશ અભ્યાસ કરવા ગયા ત્યાં તેમના જીવનને
નવી દિશા મળી. રશિયામાં જઇ માર્કસની ક્રાંતિનો અનુભવ કર્યો. અભ્યાસ સાથે કમાણી
કરવા માટે ખેતરમાં, બગીચામાં, કેનીંગ ફેક્ટરીમાં, બોઇલર હાઉસમાં, હોટલમાં ડિશ
ધોવામાં, જાજરૂ સફાઇના કાર્યમાં પણ નાનમ ન અનુભવી જીવનના દિવસોમાં ઘણું શીખ્યા.
જેપી કહેતા કે ગરીબી ભારતમાં જોઇ હતી પણ અનુભવ કર્યો અમેરિકામાં... અમેરિકામાં
રહીને પણ દેશની સ્વતંત્રતા માટેનો જંગ જાણે તેમની ભારત બોલાવતો હોય તેવો અનુભવ હતો.
આટલું મહાન વ્યક્તિતિવ પરંતું જીવન
સાવ સાદું. ખાદીનો ઝભ્ભો અને ધોતી તેમનો પહેરવેશ રહ્યો.
આ મહાન વ્યક્તિત્વની 23 નવેમ્બર 1929
માં ભારતમાં પરત એન્ટ્રી થઇ. ડિસેમ્બર 1929 માં કસ્તુરબાના જમાઇ ( પ્રભાવતી
કસ્તુરબાના દિકરી હતા ) ગાંધીજીના વર્ધા
આશ્રમમાં મહેમાન બન્યા. બાપુની જીવન શૈલીનો તેમને અહી પરિચય થયો. જવાહરલાલ નહેરૂએ તેમને કોંગ્રેસની મજૂર પ્રવૃત્તિઓનું કાર્ય
સોપ્યું. 1932 માં મુંબઇ જતાં ટ્રેનમાંથી તેમની ધરપકડ કરવામાં આવી. સરોજિની નાયડુએ
કોંગ્રેસના કાર્યકારી મહામંત્રી બનાવ્યા. પોલિસ સ્ટેશનમાં અચ્યૂત પટવર્ધન, મનુ મિસાણી, રામમનોહર લોહિયા
વગેરે સાથે જેલમાં ચર્ચાઓ કરવા લાગ્યા. તેમને અનુભવ થઇ ગયો હતો કે માત્ર ચરખો
ચલાવવાથી આઝાદી મળવાની નથી તો હિંસક ક્રાંતિથી પણ અંગ્રેજોને ભારતમાંથી કાઢી શકાશે
નહિ. 1934 માં કોંગ્રેસ સમાજવાદી પક્ષની રચના થઇ. પક્ષના મહામંત્રી જે.પી. બન્યા.
સમગ્ર ભારતમાં યાત્રા કરી. ભૂખ્યા પેટે, ચાલતા. બળદગાડા કે જે સાધન મળે એમાં,
ક્યારેક ચણા ખાઇને તો ક્યારેક છાશ પીને... કેટલી મોટી તપશ્ચર્યા...
1937 માં બીજા મહિનામાં થયેલ ચૂંટણીમાં
વિજય થતાં તેમને તમામ વિજેતાને કહેલું કેદીઓને છૂટા કરો અથવા રાજીનામું આપો. 1939
ના બીજા વિશ્વયુદ્ધમાં પણ તેમણે નિર્ભયતા પૂર્વક કહેલું આ સામ્રાજ્યવાદી યુદ્ધ છે.
તેમના જલદ ભાષણો અને લેખોના કારણે સરકારે તેમની ધરપકડ કરેલી. દેશ ગુલામીમાં હોય
અને જે.પી.જેલમાં રહે તે તેમને પોસાય તેમ ન હતું. જેલ તોડીને ભાગ્યા. નેપાળમાં
રહ્યા. ત્યાં પણ અંગ્રેજ સરકારે નેપાળ પોલિસ પાસે પકડાવ્યા. ફરી જેલમાં. 18
સપ્ટેમ્બર 1943 માં અમૃતસરથી ફરી ઝડપાયા. કરેગેં યા મરેંગે ના સમયમાં જેલમાં તેમને
એક પણ શબ્દની માહિતી આપી નહિ. એક જ અવાજ હિન્દુસ્તાનની આઝાદી... શું મર્દાનગી હશે તેની કલ્પના તમારા મારા જેવા
શું કરી શકે જે સામાન્ય વાતમાં પણ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન કરતાં અચકાતા નથી...
આગ્રા જેલમાંથી છૂટીને પટના આવી તેમને
કાર્ય શરૂ કર્યું. ગાંધીજી સાથે તેમનું નામ લેવાતું હતું. તેમના ભાષણો સાંભળવા
માટે મોટી સંખ્યામાં ભીડ આવતી. 1946 ના કોમી તોફાનોમાં તેમને અસરગ્રસ્તોની મૂલાકાતો
કરી એ પણ હિન્દુ મુસલમાન જોયા વગર... પોતાની પાસેની તમામ સામગ્રી મુસલમાન ફકીરને
આપીને આગળ વધેલા. આપણે તો હિન્દુમાં પણ જાતિવાદ અને પ્રાંતવાદ લઇને લડવા લાગ્યા
છીએ આપણી આ સ્થિતિ જોઇ ચોક્કસ જે.પી.ના દિલમાં કેટલું દર્દ હશે તેની કલ્પાના હું
કરી શકું એમ છું કે નહિ એ વિચારવા જેવી બાબત છે.
આઝાદી પછી જે.પી.નો નવો અવતાર સામે આવ્યો
કારણ ફક્ત અંગ્રેજોને કાઢી મૂકવા એ જ એમના માટે આઝાદી ન હતી, એક સશક્ત ભારતનું
નિર્માણ એ તેમની આઝાદી હતી. આઝાદી પછી પોતાની સરકાર પણ પરિવર્ત કંઇ નહિ તેમ જોઇ મન
કલ્પાંત કરવા લાગ્યું અને ગાંધી ચીંધ્યા માર્ગે 21 દિવસના ઉપવાસ કર્યા એ પણ આજના
ફેશનેબલ ઉપવાસ જેમ એસી માં બેસીને નહિ.
1953 માં તેઓ વિનોબા ભાવેના વિચારે
ચાલવા લાગ્યા. સર્વોદયના પંથે. જવાહરલાલ નહેરૂએ તેમને સરકારમાં જોડાવવા આમંત્રણ
આપ્યુંતો પોતાનો 14 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો જેમાં બંધારણીય સુધારા, વહીવટી
સુધારા, આર્થિક સમાનતા જમીનના મુદ્દા, ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન સામેલ રહ્યા જેનો
જવાબ જવાહર ન આપી શક્યા અને તેઓ પોતાના પક્ષથી અલગ થયા. તેમને વિનોબાના વિચારને
અપનાવ્યો. પોતાના જીવનું સમર્પણ કર્યું. 1954 થી 1969 સુધી તેઓ વિનોબા અને ગાંધી
વિચારે દેશસેવા કરતા રહ્યા. વીજળી વગરના બિહારના ગામડામાં રહી આજુબાજુના 100 ગામો
માં અનેક પ્રવૃત્તિઓ કરી જનજીવનમાં બદલાવ લઇ આવ્યા.ઘરબાર વગરના લોકોને વસાવીને
ગાંધીઘામ બનાવ્યું. શિક્ષણ, આરોગ્ય, ખેતી, ગ્રામશાળા, ગામડામાં તળાવ કૂવા બનાવવાના
કાર્યોમાં તેઓ સૌ સાથે શ્રમદાન કરવા પણ લાગ્યા.
સપ્ટેમ્બર 1964 માં નાગલોકો કે જેમને
સરકાર સામે જંગ શરૂ કરી ત્યારે તેમને શસ્ત્રો મુકાવી શાંતિમય માર્ગે સમસ્યાનો ઉકેલ
લાવવામાં મદદ કરી. કાશ્મીરમાં પણ શેખ અબ્દુલ્લાને વિશ્વાસમાં લઇ સમાધાનની વાત કરી.
ભારત-ચીન યુદ્ધ સમયે પણ દેશભરમાં ફરીને એકપક્ષીય ધોરણે નિશસ્ત્રીકરણની સાથે
અણુંબોમ્બ બાબતે લોકમત તૈયાર કરવાનું કાર્ય જે.પી.દ્વારા કરવામાં આવેલ. 1971 માં
બાંગ્લાદેશની રચના સમયે પણ દોઢ મહિનાના સમયમાં તેના માટે વિશ્વલોકમત તૈયાર કરેલો.
બાંગ્લાદેશના પ્રથમ વડા શેખ મુજબીર રહેમાન પણ તેમનું અભિવાદન કરતા હતા. જ્યારે ચીન
દ્વારા તિબેટ પર આક્રમણ કરાયું ત્યારે તેમને નિર્ભય અવાજે કહેલું કે નાના દેશોની
કચડી નાખતી મહાસત્તા વિરુદ્ધ જે.પી. ઉભા છે. ભારત-પાકિસ્તાન સબંધ સુધારવા સમાધાન
મંડળની સ્થાપના કરેલી.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લોકો કહેતા
કે રાષ્ટ્રીય આપત્તિના સમયે સતત કામ કરવાની તેમની પ્રેરણાથી તેઓ પ્રભાવિત થયા હતા.
1972 ના પટના ખાતેના સંઘશિક્ષણ સમાપન સમારંભમાં સંઘના કાર્યોની પ્રશંસા કરતા તેમને
કહેલું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતને નજીત લાવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનો
માર્ગ સંઘ જ પ્રશસ્ત કરી શકે છે. 3/11/1977 માં સંઘ પ્રશિક્ષણ વર્ગમાં તેમને
કહેલું કે આપણા દેવો માટે આપણે રોમ કે મક્કા મદીના જવાની જરૂર નથી આપણા માટે બધું
જ અહી ભારતમાં જ વસે છે.
નક્સલવાદી જ્યારે 1970 ના સમયમાં બિહારમાં
રચનાત્મક કાર્ય કરતા લોકોને ધમકાવતા ત્યારે જે.પી. પોતે મુસહરી ગયા. તેમને
નક્સલાઇડ લોકો સાથે સંવાદ કર્યો.સારૂ જીવન જીવવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા લેવડાવી.
ગ્રામદાનમાં જમીન મેળવી જમીન વિહોણાને જમીન આપી. તેમને કહેલું – ગામમાં મળતી
ગ્રામસભા એ જ આપણી સાચી લોકસભા છે. ચંબલના વિસ્તારેમાં પણ તેમને 654 જેટલા ડાકુઓને
શરણ સ્વીકારાવેલું અને એ પણ લડાઇ કર્યા વગર. આને કહેવાય સાચા અર્થમાં લોકનેતા કે
જે સોકોની સમસ્યા માટે તેમની વચ્ચે જઇને બેસે.1974 માં મોઘવારી, ભ્રષ્ટાચાર,
ભાવવધારાના ગુજરાત આંદોલનમાં તેઓ યુવાઓ સાથે ઉભ રહ્યા કહેવાય છે કે કાંકરિયા
પાસેના ફુટબોલ ગ્રાઉન્ડમાં કે યુનિવરર્સિટીમાં જગ્યા મળતી નહિ જ્યારે જે.પી. ભાષણ
કરતા. બિહારમાં પણ સત્તા પરિવર્તન કરાવેલું.
25
જૂન 1975 માં કટોકટીના સમયમાં ઉંઘતા જગાડી જેલમાં પૂરેલા આ દેશના મહાન
નેતાને કે જે સતત દેશ માટે કાર્ય કરતો રહ્યો. તેમના આંદોલનો એ 1971-72 માં
લોકસભાની ચૂંટણીઓમાં ભ્રષ્ટ પદ્ધતિઓ માટે છ વર્ષ માટે ગેરલાયક ઠેરવાયેલા. તેમને
સમગ્ર દેશમાં પ્રચાર ક્રયો અને 24 માર્ચ 1977 માં રાજઘટ પર મોરારજીભાઇ દેસાઇને
વડાપ્રધાન બનાવ્યા. સાચા અર્થમાં જયપ્રકાશ નારાયણ કિંગ મેકર હતા.


He was great indian......according to me second mahatma who fight for own country.......💐💐💐
ReplyDeleteGood information...
ReplyDeleteKeep inspring