વસંત તારા વધામણા

વસંત તારા હરખે કરૂં એવા વધામણા
માત સરસ્વતિના ગાનથી ઓવારણા

વર્ષાની વાદળીના કરૂં ગગનમાં શોધામણા
ટીંપે ટીંપુ નીર હ્રદયમાં સમાવી મા ધરતી હરખાણાં

વર્ષાથી પથરાયા ધરતી પર લીલી ચાદરના પાથરણા
ખેતર ખેડીને જગને જમાડવા ખેડૂત કરે ઉજાગરા

અસહ્ય બની રહે જેમ બાપને દિકરીના રિસામણાં
તેમ કરે આજ વિશ્વ પ્રકૃતિ ખિલવવાના મથામણાં

કુદરતે ખિલવેલ પ્રકૃતિને તોડવા જે કરે મથામણા
આજ બન્યા છે 'વૈશ્વિકા' એ પ્રદુષણથી ડરામણાં

Comments

Post a Comment

Thanks A lots...