બાળક

બાળક - જે મારી ( શિક્ષક, માતા-પિતા, વડીલો) આશાથી બંધાયું છે.

સમાજ અને સમગ્ર રાષ્ટ્રની દરેક ભારતીય ( કોઇ પણ ધર્મ કે જાતિ છોડીને મારા દેશમાં વસવાટ કરનાર ) ને ચિંતા છે. આપણું ભારત સલામત રહે,આપણું ભારત સર્વ શ્રેષ્ઠ રહે, આપણું ભારત અવિરત પોતાના સંસ્કાર અને સંસ્કૃતિનો ધ્વજ સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ ફરકાવી રાખે, મારા દેશનો વર્તમાન અને ભવિષ્ય ઉજ્જવળ રહે, મારા દેશની વિજયકુચ અવિરત રહે, તે વિકાસશીલ રાષ્ટ્રના વામન સ્વરૂપમાંથી વિકસિત રાષ્ટ્રનું વિરાટ સ્વરૂપ ધારણ કરે આ તમામ સંકલ્પાનાઓને સાકાર સ્વરૂપ આપવા માટે પાયાનું એકમાત્ર હથિયાર એટલે બાળક.....

Comments